ગુજરાતમાં લમ્પીથી 2858 પશુઓના મોત, 23 જિલ્લાઓમાં ફેલાયો વાયરસ, સૌથી વધુ કેસ કચ્છમાં
રાજ્યમાં લમ્પી વાયરસને પગલે પશુપાલકોમાં ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે. ત્યારે રાજ્યના પશુપાલન મંત્રી રાઘજી પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને લમ્પી વાયરસ પર પશુપાલકોને સંબોધન…
ADVERTISEMENT
રાજ્યમાં લમ્પી વાયરસને પગલે પશુપાલકોમાં ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે. ત્યારે રાજ્યના પશુપાલન મંત્રી રાઘજી પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને લમ્પી વાયરસ પર પશુપાલકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, રાજયના 22 જિલ્લાઓમાં પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત છે અને સમયસર પગલાંઓ લઈ રહી છે ત્યારે પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી માત્ર સતર્ક રહી સહયોગ આપવાની જરૂર છે.રાજયનું સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા સુસજ્જ છે.
23 જિલ્લાઓમાં 76 હજારથી વધુ પશુઓમાં દેખાયો લમ્પી વાયરસ
કૃષિ અને પશુપાલન મંત્રીએ જણાવ્યું કે, લમ્પી રોગ સંદર્ભે સતત મોનીટરીંગ કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. રાજપમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, વલસાડ વડોદરા, આણંદ અને ખેડા મળી કુલ 23 જિલ્લાના 3358 ગામોમાં ગાય-ભેંસ વર્ગના કુલ 76,154 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળ્યો છે અને તે પૈકી 54,025 પશુઓ સાજા થયા છે અને અન્ય 19,271 પશુઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 2858 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મોત થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 31.14 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને 14.36 લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે.
કચ્છ જિલ્લામાં રાજ્યના 52 ટકા કેસ
તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધી નોંધાયેલ કેસમાં સૌથી વધુ 38,891 (52% ) કેસ કચ્છ જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં 8186 (11%) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7447 (10%), જામનગર જિલ્લામાં 6047 (8%) અને રાજકોટ જિલ્લામાં 4359 (6%) નોંધાયા છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારે 7 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવી
મંત્રીએ કહ્યું કે, જામનગર જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના જિલ્લાના 2 તાલુકાઓમાં 2 જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલરના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં સારવાર સંદર્ભે સતત ચાંપતી નજર રાખીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રોગ વધુ પ્રસરે નહીં. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC) ખાતે રાજય કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. એટલું જ નહી, પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 શરૂ કરાયો છે.
ADVERTISEMENT