માસ કોપી કેસ મામલે 28 વિદ્યાર્થિનીને 0 માર્ક સાથે 500 રૂપિયાનો દંડ, જાણો શું હતો મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસીને એકસાથે પરીક્ષા આપવાનું મોંઘુ પડ્યું હતું. પરીક્ષામાં માસ કોપી કેસનો મામલો સામે આવતાં યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 28 વિદ્યાર્થીનીઓ ઝડપાઇ હતી, જેમના અંગ્રેજી વિષયના પેપરમાં શૂન્ય માર્કસ આપવામાં આવ્યાં છે. આ સાથે રૂ.500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સુરતની વિશ્વ ભારતી કોલેજમાં માસ કોપી કરવાના કેસમાં પકડાયેલા 28 વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેથી અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી ન કરે. જેના માટે ગર્લ સ્ટુડન્ટ્સને પણ શૂન્ય માર્કસ આપવામાં આવ્યા હતા.

જાણો શું છે મામલો
વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળની સુરતની કામરેજ વિશ્વ ભારતી કોલેજમાં 6 એપ્રિલે અંગ્રેજી વિષયની પરીક્ષા હતી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓ દ્વારા માસ કોપી કરવાની માહિતી યુનિવર્સિટીને મળી હતી. જે બાદ યુનિવર્સિટીએ ખાસ સ્કર્વોડની ટીમને મોકલી હતી. જેમાં એક પરીક્ષા ખંડમાં 10 વિદ્યાર્થીનીઓ પાસેથી માઇક્રો ઝેરોક્ષ અને કેટલાક હસ્તલિખિત લેટર પણ મળી આવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીનીઓ દ્વારા પરીક્ષામાં નકલ કરવાનો મામલો સામે આવ્યો હતો. તેમજ પેપરમાં વિદ્યાર્થિનીઓએ લખેલા જવાબો પણ એક સરખા હતા. જેને સ્પેશિયલ સ્કવોડની ટીમે પ્રાથમિક કક્ષાએ માસ કોપી કેસનો કેસ શોધી કાઢ્યો હતો. આ સાથે કોલેજના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી અને માસ કોપીનો કેસ મળી આવ્યો હતો.

ADVERTISEMENT

0 માર્ક અને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
આ સીસીટીવી ફૂટેજ, પેપરના આધારે આજે યુનિવર્સિટીની 28 વિદ્યાર્થીનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીએ કાર્યવાહી કરીને તેને ઝીરો માર્ક સાથે 500 રૂપિયાનો દંડ અને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT