BJP ના 27 નેતા સસ્પેન્ડ: બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતા જ મોટી કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વિધાનસભા ચૂંટણી પુર્ણ થઇ ચુકી છે. સામાન્ય નાની મોટી ઘટનાઓને બાદ કરતા એકંદરે ખુબ જ શાંતિપુર્વક મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ હતી. જો કે મહિસાગર જિલ્લામાં જેવું મતદાન પુર્ણ થયું તેની સાથે જ ભાજપ દ્વારા 27 લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અંગે સામે આવી રહેલી વિગતો અનુસાર તેઓ અપક્ષમા રહેલા ઉમેદવાર માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જેથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

એક તરફ વિધાનસભા મતદાન પુર્ણ થયુ ત્યારે ભાજપ દ્વારા 27 સભ્યોને સસ્પેન્ડ કરાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. પહેલાથી ખબર હતી તો શા માટે મતદાન પુર્ણ થાય તેની રાહ જોવાઇ કે પછી ભાજપના ઉમેદવાર હારે તેવી શક્યતાને જોતા આ કાર્યવાહી કરવામાં આવી વગેરે જેવા સવાલો હાલ તો ઉઠી રહ્યા છે

બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપ સામે મોરચો ખોલ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ચૂંટણી પંચ ભાજપના ખોળે જઇને બેઠું છે. કોંગ્રેસ દ્વારા મતદાન પુર્ણ થયા બાદ અલગ અલગ બેઠકો પરના વિવિધ બાબતોને ધ્યાને રાખીને કુલ 36 ફરિયાદો કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT