BREAKING: ગુજરાતના દરિયામાંથી 12000 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ભારતીય નૌસેનાને મોટી સફળતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગે કરોડોનું ડ્રગ્સ ઘુસાડવાના એક બાદ એક મામલાઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે જ રાજકોટમાં 217 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે હવે માહિતી મળી રહી છે કે અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈમેન્ટ પકડાયું છે. ભારતીય નૌસેનાએ દરિયામાંથી 2500 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઈરાનથી આવતો હતો ડ્રગ્સનો જથ્થો
ભારતીય નૌસેનાના ઈન્ટેલિજન્સ યુનિટ અને NCBએ અરબી સમુદ્રમાં સંયુક્તિ ઓપરેશન કરીને 2500 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પકડાયેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટ મુજબ રૂ.12000 કરોડ આપસાપની વેલ્યૂ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ડ્રગ્સ ઈરાન તરફથી આવતું હતું અને ગુજરાતમાં પોર્ટ પર પહોંચે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યું હતું.

ગઈકાલે રાજકોટમાંથી 217 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
નોંધનીય છે કે, ગઈકાલે રાજકોટના ખંડેરી સ્ટેડિયમની પાછળથી 217 કરોડનું 30.600 કિલો હેરોઈન ઝડપાયું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનથી રાજકોટ આવ્યું હતું અને તેની દિલ્હીમાં ડિલિવરી કરવાની હતી. નાઈજીરીયન વ્યક્તિ તેની ડિલિવરી લેવાનો હતો. ત્યારે ATSએ ડુપ્લિકેટ પેકેટ તૈયાર કરીને મોકલતા નાઈજીરિયન વ્યક્તિ તેને લેવા આવ્યો હતો. આમ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ADVERTISEMENT

ડ્રગ્સ મોકલનારાઓ અને તેના સપ્લાય સાથે જોડાયેલી અનેક ચેઈન પૈકીની કેટલીક ખાસ ચેઈનના શખ્સો જાણે ગુજરાતને ડ્રગ્સ માટેનું સિલ્કરૂટ બનાવી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ગુજરાતમાં કચ્છ, મોરબી, સુરત, અમદાવાદ, વડોદરા, આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં કરોડોના ડ્રગ્સના જથ્થા ઝડપાઈ ચુક્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT