કોરોના હજુ ગયો નથી! ગુજરાતમાં આજે નોંધાયા આટલા કેસ, અમદાવાદમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ
અમદાવાદ: રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. એકબાજુ શરદી-ખાંસીના કેસો વધી રહ્યા છે. દવાઓ લીધા બાદ પણ દિવસો સુધી લોકોને છૂટકારો મળી રહ્યો નથી.…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. એકબાજુ શરદી-ખાંસીના કેસો વધી રહ્યા છે. દવાઓ લીધા બાદ પણ દિવસો સુધી લોકોને છૂટકારો મળી રહ્યો નથી. ત્યારે હોળીના તહેવાર ટાણે જ કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
આ શહેર-જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ 15 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યારે અમરેલી-રાજકોટમાં 2-2 કેસો નોંધાયા છે. અમદાવાદ, બોટાદ, મહેસાણા, રાજકોટ શહેર, સાબરકાંઠા, વડોદરા શહેરમાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે.
આ પણ વાંચો: EXCLUSIVE: અમદાવાદમાં INDvsAUS ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરતા દેખાશે PM મોદી!
ADVERTISEMENT
હાલ ગુજરાતમાં 100 એક્ટિવ કેસ
ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 100 એક્ટિવ કેસ છે અને તમામ દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે 126669 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 11046 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. નોંધનીય છે કે ગઈકાલે પણ અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યના 19 નવા કેસની સામે 13 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT