મોતનો ચમકારોઃ ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે મોત બનીને ત્રાટકી વીજળી, 24 લોકોએ ગુમાવ્યા જીવ
Unseasonal Rain: ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં ગઈકાલ સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રવિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી…
ADVERTISEMENT
Unseasonal Rain: ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં ગઈકાલ સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રવિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગુજરાતમાં ગતરોજ વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકેલા તોફાની વરસાદે ભારે તારાજી સર્જી છે. વરસાદથી ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. તો અનેક લોકોના મકાનોને પણ નુકસાન થયું છે. રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી કહેર બની ત્રાટકી છે, ગુજરાતમાં વીજળી પડવાથી અલગ-અલગ જિલ્લાઓમાં 24 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યાં છે.
વીજળી પડવાથી 24 લોકોના મોત
આ વિશે વિગતવાર વાત કરીએ તો વીજળી પડવાથી દાહોદ જિલ્લામાં 4 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બનાસકાંઠા અને ભરૂચમાં 3-3 લોકોના વીજળી પડવાથી મૃત્યુ નિપજ્યા છે. તો તાપીમાં 2 લોકો પર કાળ બનીને વીજળી ત્રાટકી હતી. આ ઉપરાંત અમદાવાદમાં 1, અમરેલીમાં 1, આણંદમાં 1, ખેડામાં 1, દ્વારકામાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, બોટાદમાં 1, મહેસાણામાં 1, સાબરકાંઠામાં 1, સુરતમાં 1, સુરેન્દ્રનગરમાં 1 વ્યક્તિનું વીજળી પડતા મૃત્યુ નિપજ્યું છે.
અમિત શાહે વ્યક્ત કર્યું દુઃખ
રાજ્યમાં વીજળી પડતા 24 લોકોના મૃત્યુ નિપજતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે અનેક લોકોના મોતના સમાચારથી ખૂબ જ દુઃખ અનુભવુ છું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની ન પૂરી શકાય તેવી ખોટ પર હું તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં લાગેલું છે, ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’
ADVERTISEMENT
ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે અનેક લોકોના મોતના સમાચારથી ખૂબ જ દુઃખ અનુભવુ છું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની ન પૂરી શકાય તેવી ખોટ પર હું તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં…
— Amit Shah (@AmitShah) November 26, 2023
ખેડૂતોની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ
સાથે જ ગુજરાતમાં વીજળી, વરસાદ અને ભારે પવનના કારણે 23 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગઈકાલે ખાબકેલા કમોસમી વરસાદે ચૌ તરફ તારાજી સર્જી છે. સાંબેલાધાર વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા બમણી કરી દીધી છે. વરસાદથી ખેતરોમાં ઉભા પાકનું ધોવાણ થતાં ખેડૂતોની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરો બેટમાં ફરવાઈ ગયા છે. ખેડૂતોએ મહામહેનતે જેટલો પણ પાક વાવ્યો તે નષ્ટ થઈ ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT