23 વર્ષીય યુવતી ગરબા રમતા રમતા ઢળી પડી, નવરાત્રીમાં ધબકારા ચુક્યું હૃદય
Heart attack in Gujarat : ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. નવરાત્રી હવે આવી ચુકી છે. જ્યારે સરકાર માટે પણ હાર્ટ…
ADVERTISEMENT
Heart attack in Gujarat : ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. નવરાત્રી હવે આવી ચુકી છે. જ્યારે સરકાર માટે પણ હાર્ટ એટેકના કિસ્સા ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે વધી રહેલા કિસ્સાને ધ્યાને રાખીને સરકાર દ્વારા ગરબા આયોજકોને પણ સુચના આપવામાં આવી છે. જો કે નવરાત્રીના આગલા દિવસથી જ ચિંતાજનક સમાચાર ફરી એકવાર શરૂ થઇ ચુક્યા છે.
ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો
ગુજરાતમાં ગરબા રમતા રમતા વધારે એક યુવાનું મોત નિપજ્યું છે. મહેસાણામાં નવરાત્રીના આગલા દિવસે શાળામાં આયોજીત ગરબામાં ગરબા રમવા માટે ગયેલી 23 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. જેના પગલે પરિવાર શોકસંતપ્ત બન્યો છે. તો બીજી તરફ સમગ્ર મામલો ચિંતાજનક બન્યો છે.
શાળાની શિક્ષિકા ઋચિકા શાહ ગરબા રમતા ઢળી પડી
મળતી માહિતી અનુસાર મહેસાણાના દેદિયાસનની આર.જે સ્કુલમાં શનિવારે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. આર.જે સ્કુલમાં ઋચિકા શાહ (ઉ.વ 23) નામની શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. શાળામાં ગરબા રમ્યા બાદ તેની તબિયત અચાનક બગડી હતી. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
વડોદરા નાસ્તાની દુકાન બહાર યુવક ઢળી પડ્યો
ફરજ પર હાજર ડોક્ટરોએ તેના મોત પાછલનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા ઋચિકા શાહના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. બીજી તરફ વડોદરાના પાદરામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં શહેરના અરીહંત કોમ્પલેક્ષમાં આવેલી સેન્ડવીચની દુકાન આગળ એક યુવાન અચાનક ઢળી પડ્યો હતો. દિપક ચૌહાણ નામના આ યુવાનનું પણ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT