સરદાર સરોવર ડેમના 23 ગેટ ખોલી દેવાયા, આસપાસનાં વિસ્તારોને એલર્ટ કરાયા
નર્મદાઃ ગુજરાત રાજ્યમાં અત્યારસુધીની સિઝનનો 75 ટકા વરસાદ ખબાક્યો છે. જેના કારણે પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. તેવામાં સરદાર સરોવર ડેમમાં સતત જળ સ્તર…
ADVERTISEMENT

નર્મદાઃ ગુજરાત રાજ્યમાં અત્યારસુધીની સિઝનનો 75 ટકા વરસાદ ખબાક્યો છે. જેના કારણે પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. તેવામાં સરદાર સરોવર ડેમમાં સતત જળ સ્તર વધતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી હવે ડેમના 23 ગેટ ખોલી દેવાયા છે અને 1 લાખ 50 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. વળી વીજ મથકની વાત કરીએ તો એ 24 કલાક કાર્યરત હોય છે. જેના કારણે 45 હજાર ક્યૂસેક પાણી નદીમાં ડિસ્ચાર્જ થાય છે. એટલે કે આ તમામ ગણતરીને જોતા નર્મદામાં અત્યારે કુલ 1 લાખ 95 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.
સરદાર સરોવર ડેમની સપાટી 135 મી.ને પાર
અત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટી 135.29 મીટરને પાર પહોંચી ગઈ છે. જેના પરિણામે 23 ગેટ ખોલીને પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ભરુચ, નર્મદા, વડોદરા જિલ્લાનાં કાંઠા વિસ્તારો અત્યારે એલર્ટ પર છે. નોંધનીય છે કે અત્યારે 1,82,900 ક્યૂસેક પાણીની આવક થઈ છે.
નર્મદા ડેમ વિશ્વમાં મોખરે
નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ 131.18 મીટરની પાણીની સપાટી જાળવી રાખવા માટે આ દરવાજા ખોલવા જરૂરી છે. વર્ષ 2016માં સરદાર સરોવર ડેમ પર કુલ 30 દરવાજા બેસાડવાનું કામ પૂર્ણ થયું હતું. જેમાંથી આજે 22 દરવાજા ખોલવામાં આવશે. સરદાર સરોવર ડેમ ભારતની સૌથી મોટી જળ પ્રકલ્પ યોજના છે. જે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા મોટાં રાજ્યો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે. વિશ્વમાં નર્મદા ડેમનું નામ મોખરે છે. પાણી ડિસ્ચાર્જ કરવાની શક્તિની ક્ષમતાના આધારે નર્મદા ડેમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડેમ છે. આ ડેમમાં પ્રોજેક્ટ્થી જોડાયેલી 532 કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી લાંબી સિંચાઈ નહેર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT