VALSAD માં ટ્રેનની અડફેટે 21 ગાયોના મોત, પ્રભુ ગાયોની આત્માને શાંતિ અને સરકારને સદબુદ્ધિ આપે

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડ : વલસાડમાં એક ખુબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. જેમાં વલસાડ ડિવિઝનના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 21 ગાયોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. મોટી સંખ્યામાં સ્થાનિક તંત્ર અને ગૌપ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ટ્રેને ગાયોના ધણને અડફેટે લેતા 21 ગાયોનાં મોત
મળતી માહિતી પ્રમાણે,ટ્રેને ગાયોના ધણને અડફેટે લેતા 21 ગાયોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ વંદે ભારત ટ્રેનનો સતત બે દિવસ સુધી રખડતા ઢોર ટ્રેક પર આવી જવાને કારણે અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. પહેલા દિવસે ભેંસ અને બીજા દિવસે ગાય અથડાવાને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. જો કે વલસાડમાં બનેલી ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

રોડ બાદ હવે રેલવે ટ્રેક પર પણ રખડતા પશુઓનો ત્રાસ
આ ઉપરાંત પોલીસ સહિત ગૌપ્રેમીઓ પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, 21 ગાયોનાં મોત થતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. મહત્ત્વનું છે કે,ગયા વર્ષે ટ્રેનની અડફેટે પણ 10 જેટલી ગાયોના મોત થયા હતા. રખડતા ઢોર હવે માત્ર રોડ પર જ નહી પરંતુ રેલવે ટ્રેક પર પણ ત્રાસ વર્તાવી રહ્યા છે તે સ્પષ્ટ થાય છે. જો કે હવે સરકાર જાગે તો સારી બાબત છે. સરકારને ભગવાન સદ્બુદ્ધી આપે તેવી પ્રાર્થના.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT