2000 ની નોટ પરત ખેંચાતા વડોદરાથી ઉમરાહ કરવા ગયેલા 15 યાત્રાળુ મુશ્કેલીમાં મુકાયા, જાણો શું થયું
વડોદરા: આરબીઆઈ દ્વારા રૂા.2 હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાતથી લોકોને લોટબંધીની યાદ આવી ગઈ. બેન્કની સામે લાંબી લાઇન, અચાનક ચલણ બંધ થવાથી પડેલી અનેક મુશ્કેલીઓ…
ADVERTISEMENT
વડોદરા: આરબીઆઈ દ્વારા રૂા.2 હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાતથી લોકોને લોટબંધીની યાદ આવી ગઈ. બેન્કની સામે લાંબી લાઇન, અચાનક ચલણ બંધ થવાથી પડેલી અનેક મુશ્કેલીઓ લોકો સામે આવી હતી. પરંતું સરકારે આ વખતે ખૂબ જ લાંબો સામે આપ્યો છે. આ દરમિયાન RBI એ હજુ ચલણ ચાલુ રાખ્યું છે. ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આ દરમિયાન 2000 ની નોટ પરત ખેચવાની જાહેરાત બાદ વડોદરાથી ઉમરાહ કરવા ગયેલા 15 જેટલા લોકો મુસીબતમાં મુકાયા છે. સાઉદીના એક્સચેન્જ સેન્ટરમાં વડોદરાના યાત્રાળુઓને 2000 ની નોટ એક્સ્ચેન્જ ન થતાં મુશ્કેલીમાં મુકાયા.
વડોદરાથી ઉમરાહ ગયેલા યાત્રાળુ RBI ની જાહેરાતથી મુશ્કેલીમાં મુકાયા છે. સાઉદીના એક્સચેન્જ સેન્ટરમાં વડોદરાના યાત્રાળુઓ 2000 ની નોટ એક્સચેન્જ કરવા માટે પહોચતા ત્યાંના કર્મચારીઓએ આ નોટ ભારત સરકારે બંધ કરી દિધી હોવાથી અમે નહી લઈએ તેવો જવાબ આપતા પરિવારો અટવાયા હતાં. વડોદરાના નવાયાર્ડ ડી-કેબીનમાં રહેતા ઈબ્રાહીમભાઈ રાઠોડ અને સાવલીના ગોઠડા ગામના સૈયદ વારીસઅલી કાસમઅલીએ જણાવ્યું હતું કે, તેઓ ઉમરાહ કરવા સાઉદી ગયા હતાં. જેમાં વારીસભાઈને ખર્ચ કરવા વધુ વિદેશી કરન્સીની જરૂર હોવાથી તેઓ નજીકના એક્સચેન્જ સેન્ટર પર પહોચ્યાં હતાં. તેઓ પોતાના ઘરેથી રૂા.2 હજારની 5થી 6 નોટ લઈ ગયા હતાં.
30 સપ્ટેમ્બર સુધી બદલી આપવામાં આવશે 2000ની નોટ
RBI એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે.તેમણે કહ્યું કે, હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે.
ADVERTISEMENT
ADVERTISEMENT