સુરતઃ 1260 કરોડના બોગસ બિલ મુકી ખેલ ખેલી ગયા આ શખ્સોઃ કમિશનરે કર્યા મોટા ખુલાસાઓ
સુરતઃ સુરતમાં બોગસ બિલ મુકીને જીએસટીમાં મોટું કૌભાંડ કરનારા શખ્સો પર પોલીસે તવાઈ બોલાવી છે. માત્ર સુરત જ નહીં પરંતુ આ શખ્સોની કામગીરી ગુજરાતના અન્ય…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં બોગસ બિલ મુકીને જીએસટીમાં મોટું કૌભાંડ કરનારા શખ્સો પર પોલીસે તવાઈ બોલાવી છે. માત્ર સુરત જ નહીં પરંતુ આ શખ્સોની કામગીરી ગુજરાતના અન્ય શહેરોમાં પણ ફેલાયેલી હતી. પોલીસે જ્યારે આ આખા કૌભાંડ પરથી પડદો ઉચક્યો તો ચોંકાવનારી જાણકારી એ મળી કે આખું કૌભાંડ 200 કરોડનું છે અને તેમાં 1260 કરોડના બિલ મુકીને ખેલ ખેલવામાં આવ્યો હતો. આ મામલામાં સુરતના પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પત્રાકારોને જાણકારી આપવામાં આવી હતી. તેમણે આપેલી જાણકારીઓમાં કેટલાક મોટા ખુલાસાઓ થયા છે. આવો જાણીએ વધુ વિગતે…
કમિશનર તોમરે કહ્યું કે, આ અંગે પોલીસને જાણકારી મળી હતી અને તે પ્રમાણે તપાસ કરતા સુરત જ નહીં પરંતુ ભાવનગર, અમદાવાદ, રાજકોટ, મોરબી સહિતના શહેરોમાં તેમનો પગપેંસારો હતો. સુરત પોલીસે આ તમામ સ્થાનો પર રેડ કરી હતી. તપાસમાં ખબર પડી છે કે 1260 કરોડના બોગસ બિલ કરીને 170 કરોડનો ઈનપુટ ક્રેડિટ મેળવવ્યો હતો અને સરકારને ચૂનો લગાવ્યો હતો. ડીજીવીસીએલ અને ટોરેન્ટના બોગસ કસ્ટમર આઈડી વાપરીને આ આખું કૌભાંડ કરાયું હતું જે પોલીસની તપાસમાં સામે આવ્યું. પોલીસને આ ઘટનામાં માહિતી મળી છે કે આલમ શેખ,સુફિયાન કાપડિયા અને ઉસ્માન બગડા મુખ્ય સુત્રધારો છે.
પોલીસે આ મામલામાં તેમના દ્વારા કરવામાં આવેલા બોગસ બિલિંગને ધ્યાનમાં લેતા 16 લેપટોપ અને 25 મોબાઈલ ઉપરાંત બે હાર્ડ ડિસ્ક, 24 એટીએમ કાર્ડ, રબર સ્ટેમ્પ વગેરે કબ્જે કર્યું છે. અજય તોમર કહે છે કે આ કૌભાંડમાં પોલીસે 14 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આ પકડાયેલા તમામની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં આ કેસમાં તપાસ દરમિયાન વધુ ખુલાસાઓ થાય તેમ જણાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT