બિપોરજોયને લઈ તંત્ર એક્શનમોડ પર, કચ્છના 20 ગામોનું કરાશે સ્થળાંતર

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન હવે આ વાવાઝોડુ કચ્છ અને નલિયામાં ટકરાય તેવી સંભાવના છે. ત્યારે કચ્છના જખૌના કાઠાળ વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના આપવામાં આવી છે. 20 જેટલા ગામોને નજીકના સુરક્ષિત સ્થાને ખસેડવા કામગીરી શરૂ કરવામાં આવી છે. વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે.

20 ગામોનું સ્થળાંતર શરૂ
કચ્છના જખૌના કાઠાળ વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના આપવામાં આવી છે. નલિયા પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી છે. કાઠાળ વિસ્તારના બે કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે. સ્થળાંતર માટે નલિયા પ્રાંત અધિકારીએ અધિકારીઓને સૂચના આપ્યા બાદ 20 જેટલા ગામોને નજીકના સુરક્ષિત સ્થાને ખસેડવા કામગીરી શરૂ કરાઇ છે.

કલમ 144 લાગુ
વાવાઝોડાને ધ્યાને લેતા આગમચેતીના પગલા રૂપે કચ્છ જીલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં વ્યક્તિઓની અવર-જવર તથા પશુઓને લઇ જવા તથા માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ કરવા અંગેનું કલમ 144 હેઠળ જાહેરનામું પણ કલેટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

15મી જૂને ગુજરાતના કાંઠે ત્રાટકશે વાવાઝોડું
સ્કાયમેટની આગાહી મુજબ, બિપોરજોય વાવાઝોડાનું જોખમ પહેલા ગુજરાતમાં નહોતું, પરંતુ દિશા બદલાતા હવે ગુજરાત પર ખતરો ખૂબ વધી ગયો છે. 15મી જૂને તે ગુજરાતના તટ સાથે ટકરાશે. 15 તારીખે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ બાદ 16-17 તારીખે રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. વાવાઝોડાનું લેન્ડફોલ ભારતમાં હોવા છતાં પાકિસ્તાનને પણ એટલું જ જોખમ રહેશે. વાવાઝોડું આગળ વધતા હરિયાણા અને દિલ્હીમાં પણ 18 અને 19 તારીખે ભારે વરસાદ પડશે.

વિથ ઈનપુટ કૌશિક કાંઠેચા, કચ્છ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT