બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ કાર; 2 યુવકોના નિધન
Accident News: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજ્યમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં બગોદરા હાઈવે પર ભામાશરા પાસે કાર…
ADVERTISEMENT
Accident News: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજ્યમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં બગોદરા હાઈવે પર ભામાશરા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર આગળ જતી ટ્રક પાછળ અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે બગોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
બગોદરાના ભામાશરા ગામ પાસે અકસ્માત
મળતી માહિતી અનુસાર, મૂળ જામનગરના અને હાલ દુબઈ ખાતે રહેતા હિતેશભાઈ મનસુખભાઈ પટની દુબઈથી તેમના પત્ની રમાબેન હિતેશભાઈ પટનીની સાથે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી તેઓ કારમાં જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન બાવળા બગોદરા હાઈવે પર ભામાશરા ગામ પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આગળ જતી ટ્રક પાછળ અથડાઈ હતી.
કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ થતાં બગોદરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સાવ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. તો કારમાં સવાર હિતેશભાઈ પટની અને હિતેશભાઈ વિજયભાઈ જોષીનું મૃત્યુ નિપજ્યું હતું.
ADVERTISEMENT
2 ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં
જ્યારે રમાબેન પટની અને કુજનભાઈ શુક્લા (રહે. જામ ખંભાળિયા) ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બગોદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT