હાઈકોર્ટની ફટકાર બાદ ભર ઊંઘમાંથી જાગ્યું તંત્ર, ઢોર પાર્ટીના બે કર્મીઓ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગર: રાજ્યભરમાં હાલ રખડતા ઢોરની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રસ્તા પર રખડતા ઢોરના કારણે અનેક વખત જીવલેણ અકસ્માતો સર્જાયા છે. બીજી તરફ…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યભરમાં હાલ રખડતા ઢોરની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રસ્તા પર રખડતા ઢોરના કારણે અનેક વખત જીવલેણ અકસ્માતો સર્જાયા છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે પીટિશન કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સરકારની સાથે સાથે મ્યુનિ. કોર્પોરેશનનો પણ ઉધડો લીધો હતો. ત્યારે હવે તંત્ર રાતો રાત જાગ્યું હોય એમ 24 કલાકની અંદર ઢોર પાર્ટીના બે લાંચિયા કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે.
ઢોર ન પકડવા કરી હતી રૂ.15 હજારની માગણી
ગાંધીનગર મહાનગર પાલિકામાં ઢોર ન પકડવા માટે રૂ.15 હજાર રૂપિયાની લાંચ માગનારા બે વ્યક્તિને ACBએ ઝડપી લીધા છે. ઢોર પાર્ટીના એનિમલ કેચર અને ડ્રાઈવર બંનેએ ઢોર ન પકડવા પશુપાલક પાસે પૈસાની માગણી કરી હતી. જોકે ગઈકાલે રાત્રે જ બંનેને ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિ.ને 3 દિવસ ઢોર પકડવા હાઇકોર્ટનો આદેશ
નોંધનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા પર ગઈકાલે જ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કામ ન કરતા લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બીજી તરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો પણ ઉધડો લેતા 3 દિવસ સતત 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. જેના પગલે અમદાવાદમાં 3 નવા ઢોરવાડા બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રખડતા ઢોરને ઢોરવાડામાં મૂકી શકાશે
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે જ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 8 મહાનગરો અને 56 નગરપાલિકાઓમાં રોડ પર પશુ છોડી મૂકવામાં આવે છે, આ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો તેઓ મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓને મૂકી શકશે. આ માટે પશુપાલકો માટે વિનામૂલ્યે ઢોરને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT