Anand માં ગણપતિ વિસર્જન દરમિયાન વિજ કરંટ લાગતા 2 લોકોનાં મોત, 3ની સ્થિતિ ગંભીર
આણંદ : જિલ્લાના ખંભાતમા ગણેશ વિસર્જનમા ગણપતીદાદાની સવારીમાં એક ખુબ જ દુખદ ઘટના બની હતી. પાંચ ભક્તોને કરંટ લાગતા ઉત્સવનો માહોલ શોકમા ફેરવાયો હતો. આજે…
ADVERTISEMENT
આણંદ : જિલ્લાના ખંભાતમા ગણેશ વિસર્જનમા ગણપતીદાદાની સવારીમાં એક ખુબ જ દુખદ ઘટના બની હતી. પાંચ ભક્તોને કરંટ લાગતા ઉત્સવનો માહોલ શોકમા ફેરવાયો હતો. આજે ઠેર ઠેર ગણેશ વિસર્જનને લઈ ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે શોભાયાત્રા નિકળી રહી છે. ત્યારે આણંદના ખંભાતમા પણ ભક્તો ઉત્સાહથી ગણપતિ દાદાની મુર્તી વિસર્જન કરવા માટે શોભાયાત્રા કાઢી નિકળ્યા હતા.
નંદીપર સવાર ગણેશદાદાની મુર્તિ વિસર્જન માટે જઇ રહી હતી
આ દરમિયાન ખંભાતના નવરત્ન સિનેમા પાસે નંદીના રથ પર સવાર ગણેશ દાદાની મૂર્તિ એક એવી જગ્યાએ આવી પહોંચી હતી. જ્યાં ઉપરથી હાઇટેન્શન વાયર પસાર થઇ રહ્યા હતા. મુર્તિ આ તારના સંપર્કમાં આવી હતી. જેના કારણે વીજ વાયરથી પાંચ ભક્તોને કરંટ લાગતા શોભાયાત્રામા અફરાતફરી મચી હતી. સ્થળ પર સુરક્ષામા તૈનાત પોલીસ કર્મીઓ પણ તુરંત ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પાંચ પૈકી 2 લોકોનાં ઘટના સ્થળે જ નિપજ્યાં મોત
જો કે પાંચમાથી બે વ્યક્તિ આકાશ ગોપાલભાઈ ઠાકોર અને સંદીપ કાંતિલાલ ઠાકોરનુ મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિઓમાંથી 1ની સ્થિતિ હજી પણ સ્થિતિ ગંભીર છે. અન્ય બે વ્યક્તિઓ નિરવ રાજેશભાઈ ઠાકોર તથા દર્પણ ગોપાલભાઈ ઠાકોરની સ્થિતી હાલ સામાન્ય હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ ઘટનામા મૃતક સંદિપ તથા અમિત ખંભાતના લાડવાડા વિસ્તારના રહીશ છે. બંન્ને યુવાનોના મોતથી પરીવાર સહિત સ્થાનીક લોકોમા પણ શોકની લાગણી વ્યાપી છે.
ADVERTISEMENT
ત્રણની હાલ સારવાર ચાલી રહી છે
સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર જે વીજ વાયર છે તે મૂર્તિને અડી ગયો હતો અને તેના કારણે પાંચ ભક્તોને વિજ કરંટ લાગ્યો જેમા બે ભક્તોનુ મોત થયુ. મહત્વની બાબત એ છે કે પાંચ ફૂટથી વધારે મોટી મૂર્તિ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં, આઠ ફૂટથી વધુની મૂર્તિઓનુ આ વખતે ગણેશ મહોત્સવમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. જેને લઈને વિસર્જન દરમિયાન આવી ઘટનાઓ બને છે. અને તંત્ર પણ આંખ આડા કાન કરતુ હોય તેમ આજની બનેલ ઘટના જોતા લાગી રહ્યુ છે.
(હેતાલી શાહ-નડિયાદ)
ADVERTISEMENT
ADVERTISEMENT