વાંસદા તાલુકામાં 2.9ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, ભીનાર ગામ એપિસેન્ટર રહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ વાંસદા તાલુકામાં ભૂકંપનાં આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ દરમિયાન પ્રાથમિક માહિતી પ્રમાણે વાંસદામાં 2.9ની તીવ્રતાના આંચકા આવ્યા હતા, જેનું એપિસેન્ટર ભીનાર ગામ રહ્યું છે. આ દરમિયાન હજુ સુધી કોઈ નુકસાની થઈ હોય એવી માહિતી બહાર આવી નથી. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી ભૂકંપના હળવા આંચકા અનુભવાય છે. આની ટાઈમ લાઈન અંગે જાણીએ તો ચોમાસુ પૂરૂ થવાનું હોય ત્યારે અથવા ઓક્ટોબરથી ભૂકંપનાં હળવા આંચકા આવતા રહે છે.

10 મહિના પહેલા પણ 2 વાર આંચકા અનુભવાયા હતા
ભૂકંપ દરમિયાન વાંસદા તાલુકો કેન્દ્રબિંદુ હોય એવું 10 મહિના અગાઉ પણ થયું હતું. તે સમયે સતત 4 દિવસમાં 2 વાર ભૂકંપના હળવા આંચકાઓ ત્યાં અનુભવાયા હતા. જોકે આ દરમિયાન તીવ્રતા ઓછી હોવાને કારણે ત્યાં નુકસાન થયું નહોતું પરંતુ સ્થાનિકો ડરી ગયા હતા. લોકો એ સમયે રાત્રે 12 વાગ્યે ઘરની બહાર દોડી આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT