દ્વારકામાં બિપોરજોયની આફત વચ્ચે 169 પરિવારમાં કિલકારી ગુંજી, આરોગ્ય વિભાગની મહેનત રંગ લાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રજનીકાંત જોશી/દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાનાં જોખમના પગલે તંત્ર રાહત-બચાવ કાર્ય માટે સજ્જ છે. વાવાઝોડાના પ્રભાવ ક્ષેત્રમાં આવતા અને જોખમકારક બની શકે તેવા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આ વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓને વાવાઝોડાના કારણે કે સ્થાળાંતરના કારણે કોઈ તકલીફ ન પડે તે રીતે તેમની ખાસ સારસંભાળ રાખી શેલ્ટર હોમમાં ખસેડાઈ હતી.

ઘરે ઘરે જઈને પ્રેગ્નેટ મહિલાઓને ટ્રેક કરવામાં આવી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિના પગલે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ સગર્ભા માતાઓને વન ટુ વન મેપ કરી શોધી સલામત સ્થળે અથવા આરોગ્ય કેન્દ્રો પર ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય કર્મીઓ દ્વારા જેમની પ્રસૂતિની તારીખ નજીક હોય તેવી સગર્ભા બહેનોને ટ્રેક કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે તપાસ કરીને કુલ 399 સગર્ભા બહેનોને શોધવામાં આવી છે. જેમાંથી 181 બહેનોનો સંપર્ક કરી તેમને દવાખાને ખાતે દાખલ કરવામાં આવી છે. આ પૈકી 9 માસ પૂર્ણ થયા હોય તેવી 169 બહેનોની સફળતાપૂર્વક પ્રસુતિ પણ થઈ ગઈ છે. આરોગ્યના તમામ કર્મચારીઓ જે ગ્રામ્ય કક્ષાએ કામ કરે છે એ લોકોને સેફ ડીલીવરી કીટ પણ આપવામાં આવી છે. જેથી ઇમરજન્સીમાં કોઈનો સંપર્ક ના થાય તો પણ પ્રસુતિ કરાવી શકાય.

ADVERTISEMENT

મોડી રાત્રે પ્રસુતિની પીડા ઉપડી, આશા વર્કર મદદે આવી
કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામના સગર્ભા લાભુબેન પરમારે વાવાઝોડાની આગાહીની ગંભીરતાને ધ્યાને લઈ રાત્રીના સમયે ગામના આશા બહેનને જાણ કરતા આશા બહેન દ્વારા તેમને તાત્કાલિક નજીકના રાજપરા આરોગ્ય કેન્દ્ર પર સુરક્ષિત રીતે પહોંચાડી એડમિટ કરાવવામાં આવ્યા હતા. જયાં રાત્રે 11 વાગ્યે તેમણે દીકરાને જન્મ આપતા પરીવારની ચિંતા દૂર થઈ આનંદની લાગણી છવાઇ હતી.

આવો જ કિસ્સો સાજડિયારી ગામના સુધા બહેનનો છે. સુધાબહેનને સગર્ભા અવસ્થાના 9 માસ પૂર્ણ થતાં હોવાથી ગમે ત્યારે પ્રસૂતિ થઈ શકે તેવી સ્થિતિ હતી, જેની જાણ આશા બહેનને થતા તેઓએ સુધા બહેનને આરોગ્ય સુવિધા કેન્દ્ર પર સગર્ભા બહેનો માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાની માહિતી આપી, ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે એડમીટ કરાવ્યા હતા. જ્યાં આજરોજ તેઓએ પુત્રને જન્મ આપ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT