અરવલ્લી: ભારે વરસાદથી મેશ્વો બે કાંઠે થઈ, નદીની વચોવચ 14 લોકો ફસાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: શ્રાવણ મહિનામાં મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસી રહ્યા છે. અરવલ્લીમાં (Aravalli) પણ વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થયું છે. ત્યારે મોડાસાના જાલમપુરમાં ભારે વરસાદના કારણે મેશ્વો (Meshwo) નદી બે કાંઠે થઈ હતી. નદીમાં પાણીનું વહેણ વધતા 14 જેટલા લોકો નદીમાં વચ્ચોવચ ફસાઈ ગયા હતા. જેથી મદદની પોકાર કરતા SDRFની ટીમ રેસ્ક્યૂ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

નદીની વચ્ચે બે પરિવારો ફસાયા
મોડાસાના જાલમપુર પાસેની મેશ્વો નદીમાં પાણીનું સ્તર વધતા 14 જેટલા લોકો ત્યાં ફસાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે નદીના જળસ્તરમાં વધારો થયો હતો. પરિણામે નદીની પેલે પાર રહેતા બે પરિવારના 14 જેટલા લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે SDRFની ટીમ રેસ્ક્યુ માટે સ્થળ પર પહોંચી ગઈ હતી. બીજી તરફ મોડાસાના મામલતદાર, પોલીસ, તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તમામ ફસાયેલા લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવા તજવીજ હાથ ધરી હતી.

ADVERTISEMENT

સાબરકાંઠાના કાંકરેજમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ
નોંધનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં બનાસકાંઠાના કાંકરેજમાં બે કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડતા પાણી પાણી થઈ ગયું હતું. કાંકરેજના ખીમાણા બેંક ઓફ બરોડાની સામે પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઘૂંટણ સમા પાણી ભરાવાથી સ્થાનિક લોકોમાં રોશ જોવા મળ્યો હતો. બીજી તરફ શિહોરી હાઇવે નાળાના સર્વિસ રોડ ઉપર ખાડાના કારણે વાહન પલટી ગયું હતું.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT