મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના 13 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી અચાનક મોત, પરિજનો આઘાતમાં
Jamnagar News: જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની પુત્ર ઓમનું મુંબઈમાં હાર્ટ…
ADVERTISEMENT
Jamnagar News: જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની પુત્ર ઓમનું મુંબઈમાં હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ થયું છે. નાની ઉંમરે બાળકના અચાનક મોતથી પરિવારમાં શોક છવાયો છે.
13 વર્ષના બાળકને એટેક આવ્યો
સચિનભાઈનો 13 વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરતો હતો, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી પરિવારમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે. આજે ઓમના મૃતદેહને જામનગર લાવવામાં આવ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે. આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી શહેરભરમાં ફેલાઇ છે. માત્ર 13 વર્ષની વયના વિદ્યાર્થીનું હ્રદય રોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર બન્યો છે.
યોગા કરતા એટેક આવ્યો
મુંબઈના કાંદીવલીમાં અભ્યાસ કરતા જામનગરના તરુણને હાર્ટએટેક આવતા હવે હાર્ટ એટેક ભારે ચિંતાનો વિષય બન્યો છે. મૂળ જામનગરનો ઓમ મુંબઈમાં અભ્યાસ કરતો હતો, અને પ્રાથમિક વિગત અનુસાર મૃતક ઓમ યોગા કરતો હતો તે સમયે એટેક આવતા તેનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ઓમ ગઢેચા નામના 13 વર્ષીય તરુણના મોતથી પરિવારમાં આભ તૂટ્યાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
બાળકો-યુવાઓમાં હાર્ટ એટેક અને મોતનું ચિંતાજનક પ્રમાણ છે તે રાજયભરમાં વધવા પામ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ અઠવાડિયામાં 20 વર્ષ કરતાં નાની ઉંમરના પાંચ ટીનેજર્સના હાર્ટ એટેકના કારણે આકસ્મિક મૃત્યુ નીપજ્યાં છે. કોરોના બાદ નાની ઉંમરમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું નિષ્ણાત ડૉક્ટરો જણાવે છે. ડૉક્ટરો કહે છે કે ખાસ કરીને હૃદયની મહાધમની સાથે જોડાયેલી નાની ધમનીઓ અને સ્નાયુઓમાં રક્તપ્રવાહના અવરોધના કારણે હાર્ટ એટેકના કેસ વધ્યા છે.
(દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT