Gandhinagar: પોલીસ વિભાગમાં વધુ એક બઢતીનો ઓર્ડર ફાટ્યો, હવે 128 જુનિયર ક્લાર્કને કર્યા ખુશ

ADVERTISEMENT

Gandhinagar
Gandhinagar
social share
google news

Gandhinagar News: ગુજરાતના પોલીસ બેડામાં બઢતીના ઓર્ડર માટે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. એવામાં પહેલામાં 233 જેટલા PSI ને PI તરીકે બઢતી આપીને ખુશ કરવામાં આવ્યા હતા. હવે રાજ્યના પોલીસ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ પર હતા તેવા 128 કર્મચારીને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતી માટેની પણ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી જેના પર આજે પોલીસ વિભાગની મહોર લાગી છે. 

બઢતી થયેલા જુનિયર ક્લાર્કની યાદી

જુઓ સંપૂર્ણ યાદી:- View PDF

233 PSI ને પ્રમોશન

થોડા દિવસ પહેલા ગૃહ વિભાગ દ્વારા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી હતી. આ બઢતીમાં વિવિધ જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવતા અધિકારીઓ સામેલ છે. જેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર જેવા મોટા શહેરો ઉપરાંત અમરેલી, ડાંગ, પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થયો હતો.  

ગૃહ વિભાગનો મોટો નિર્ણય

અગાઉ ASIની ભરતી પ્રક્રિયા બઢતીથી કરવાને લઈને નિર્ણય કર્યો હતો. રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, વર્ગ 3ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપવામાં આવી છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT