BREAKING: ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવતીકાલે જાહેર થશે, જાણો ક્યાંથી જોઈ શકાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવતીકાલે સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થશે જાહેર. આ સાથે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gsb.org ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 ઉપર વિદ્યાર્થી પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT