Morbi દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 લોકોનાં મોત નિપજ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી : દુર્ઘટનામાં 91 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. રાહત અને બચાવકાર્ય જેમ જેમ આગળ વધતું જઇ રહ્યું છે તેમ તેમ આ આંકડો સતત વધી રહ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે અઢી વાગ્યે પણ હજી મૃતદેહો મળી રહ્યા છે. અહીં મુખ્યમંત્રીથી માંડી તમામ ઉચ્ચ રાજનીતિક હસ્તીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. સતત રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

મોહન કુંડારિયાના બહેનના પરિવારનાં કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં
જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંસદ મોહન કુંડારિયાના બહેનના કુટુંબના કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં છે. કુંડારિયાના બહેનનાં સગા જેઠાણી અને તેમના પરિવારના લોકો, ચાર દીકરી અને જમાઇઓનાં મોત નિપજ્યાં છે. જેના કારણે એક જ પરિવારનાં કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં છે. જેના કારણે શોકની લાગણી પ્રસરી છે.

સાંસદો દ્વારા રાહત અને બચાવકામગીરીમાં સતત ખડેપગે

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, મોહન કુંડારિયા સતત સતત ઉભા પગે રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે. હાલ તો તપાસ સમિતીના અધિકારીઓ દ્વારા તત્કાલ રાહત અને બચાવકામગીરી ચલાવાઇ રહી છે. ત્યાર બાદ એસઆઇટીના અધિકારીઓ રાહત અને બચાવકામગીરી બાદ તપાસ શરૂ કરશે. આ ઉપરાંત સંચાલકો વિરુદ્ધ કલમ 308, 114 અને 304 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT