અમરેલીમાં 108ની ટીમ મધ દરિયે ટોર્ચના અજવાળે મહિલાની સફળ ડિલિવરી કરાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવૈયા/અમરેલી: ગુજરાતમાં 108 સેવા દ્વારા દર્દીઓની જમીન તો ઠીક મધ દરિયે પણ તબીબી સહાય કરવામાં આવી છે. ગત રોજ અમરેલી જિલ્લાના રાજુલા 108ની ટીમ અને પિપાવાવ પોર્ટ ખાતે કાર્યરત એમ્બ્યુલન્ ની બંને ટીમને રાત્રે 10:04 અને 10:21 કલાકે જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામનો કેસ મળ્યો હતો. આ એ ગામ છે કે જે આખું ગામ દરિયાની વચ્ચે આવેલ શિયાળ બેટ ટાપુ પર છે ત્યાં જવા-આવવા માટે માત્ર એક દરિયાઈ માર્ગ જ રસ્તો છે. તેવામાં ત્યાં ના લોકોને કોઈ ઇમરજન્સી આવે અને જો હોસ્પિટલ જવાનું થાય તો પ્રથમ તો ત્યાંના રહેવાસીને પેહલા બોટ મારફતે પીપાવાવ પોર્ટ જેટી પર આવવું પડે છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે .

બે મહિલાને પ્રસુતિની પીડા ઉપડ્યાનો 108ને ફોન મળ્યો
ઑગત રોજ 108 એમ્બ્યુલન્સને શિયાળ બેટ ગામનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે જ પિપાવાવ પોર્ટ અને રાજુલાની 108ની ટીમ તુરંત સ્થળ પર પોહોંચે છે અને તપાસ કરતા જાણવા મળ્યું કે, બે સગર્ભા મહિલા છે જે ને બોટ દ્વાર શીયાળ બેટથી પીપાવાવ જેટી લઈ જવામાં આવે છે ત્યારે 108 ની બન્ને ટીમ સ્થળ પર પહોંચે છે અને અને જોવે છે કે બે સગર્ભા મહિલાને બોટમાં લઈને આવે છે. જેથી તે સગર્ભાને 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવે, પરંતુ તે સગર્ભા મહિલાને પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતાં ત્યાંજ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી અને ત્યારે બીજી સગર્ભા મહિલા ને પણ પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતાં જાણવા મળ્યું કે તે સગર્ભા ને પણ તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે એમ છે.

ADVERTISEMENT

બોટમાં મહિલાને પોર્ટ પર લાવવામાં આવી
જેથી એક મહિલાને દરિયામાં ઊભેલી બોટમાં અને બીજા મહિલાને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાની ફરજ પડી જેથી 108 પીપાવાવ પોર્ટ ના ઇ.એમ.ટી. રાણા બાંભણિયા અને પાયલોટ પ્રશાંત જોશી અને રાજુલા 108 ના ઈ.એમ.ટી. ભરત શીયાળ કીશન જોશી એમ બન્ને 108 ની ટીમ ની સૂજબુજ અને સમયસૂચકતાથી બંને સગર્ભા મહિલાઓની સામાન્ય તપાસ કરી તેના વાઇટલ અને ઑક્સિજન ચેક કરી બોટ અને એમ્બ્યુલન્સ માંજ સફળતા પૂર્વક રાત્રે 10:45 કલાકે ડિલિવરી કરાવવામાં આવે છે તેમજ ઉપરી ફીઝિશિયન ડોક્ટર સાથે વાતચીત કરી તેમની સલાહ સૂચના મુજબ જરૂરી દવાઓ અને જરૂરી સારવાર આપી પ્રસૂતિ કરાવવામાં સફળતા મળી હતી.

બોટમાં મહિલાની સ્વસ્થ ડિલિવરી કરાવી
ડિલિવરી બાદ તપાસ કરતા માતા અને બાળક ના દરેક વાઇટલ પેરામીટર, ઓક્સિજન તેમજ અપગાર જેવી દરેક તપાસ કરી અને બાળક સારી રીતે રડતું હતું. અને માતાને ચક્કર આવતાં હતાં અને પેટમાં દુઃખાવો જેવી તકલીફ જણાઈ રહી હતી જેથી ડોક્ટરની સલાહ મુજબ જરૂરી ઈન્જેકશન અને સારવાર ચાલુ કરવામાં આવી. જેથી માતા અને બાળક બંને સ્વસ્થ હતા પરંતુ ડિલિવરી બાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હતું. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સલામતી પૂર્વક દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ આવી સરાહનીય કામગિરી કરવા બદલ 108 ના પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને 108 ના અમરેલી જિલ્લા અધિકારી અમાનતઅલી નકવી દ્વારા આવી ઉત્ક્રુષ્ટ કામગિરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT