Morbi: ગુજરાતના ગૌરવ સમાન 108 ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો

ADVERTISEMENT

108 ફૂટ ઊંચા તિરંગાની તસવીર
108 ફૂટ ઊંચા તિરંગાની તસવીર
social share
google news

રાજેશ આંબલિયા/મોરબી: ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા ઉંચા રાષ્ટ્રધ્વજનું મોરબીમાં (Morbi) આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ મોરબીના શનાળા રોડ પર આવેલ ઉમિયા સર્કલ ખાતે લહેરાવવામાં આવ્યો છે. રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે 108 ફૂટ ઉંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે લોકાર્પણ કરવામાં આવેલો આ રાષ્ટ્રધ્વજ કાયમ માટે ફરકતો રહેશે. સાથે સાથે અન્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

ગુજરાતનું ગૌરવ 108 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ
આઝાદી ક અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર દેશમાં રાષ્ટ્ર ભક્તિના કાર્યક્રમો થઈ રહ્યા છે. ‘હર ઘર તિરંગા’ જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મોરબી પણ પાછળ કેમ રહે. ગુજરાત રાજ્યમાં ગૌરવ લઇ શકાય તેવો 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે મોરબીના ઉમિયા સર્કલ ખાતે ફરકાવવામાં આવ્યો હતો. સાથે સાથે વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ડોર ટુ ડોર કચરા કલેકશન માટે 38 વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ અનેક રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આશરે 17 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

આ દરમિયાન મોરબીના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, મોરબીના આંગણે આજે સોનાનો સુરજ ઉગ્યો છે. PM મોદીએ હર ઘર તિરંગાનું જે આહવાન કરેલું, તેને મોરબીની પ્રજાએ ઝીલી લીધું છે. અને દરેક ઘરમાં તિરંગો લહેરાઈ રહ્યો છે.

દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવ્યું છે, જેને લઈને રાજ્યભરમાં સરકાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જ મુખ્યમંત્રીએ પોરબંદરમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી હતી. બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સ્થિત પોતાના નિવાસસ્થાને હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે પત્ની સોનલબેન શાહ સાથે સવારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગો ફરકાવ્યો હતો. આની સાથે જ ગૃહમંત્રી અમિત શાહે 13થી 15 ઓગસ્ટ સુધી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ કરી દીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT