વર્ષ 2022 માં 12,72,૩૪૩ લોકો માટે 108 એમ્બ્યુલન્સ સેવા બની સંજીવની, કોરોના સબંધિત કેસમાં થયો ઘટાડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં અકસ્માત અને હોસ્પિટલ પર એડમિટ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા વર્ષ-2022 માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે 365  દિવસમાં 12,72,૩૪૩ લોકો માટે  108 એમ્બ્યુલન્સ  સેવા ઉપયોગી બની છે અને  સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો છે.

દરરોજ 3485 કોલ એટેન્ડ કર્યા
રાજ્યમાં 108 સેવા જાણે લોકો માટે એક ભગવાનનું સ્વરૂપ જ બની ગઈ હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. ગુજરાત ભરના લોકોએ  છેલ્લા વર્ષ દરમિયાન 3485 અને દર ક્લાકે  145 જેટલા કોલ્સ એટેન્ડ કરીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે. આ 12  મહિના અને 365 દિવસમાં રાજ્યના 1 ,20,723  પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને 108 એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઇને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે.

છેલ્લા એક વર્ષમાં 3450 કોરોના સંબંધિત બીમારી માટે આવ્યા કોલ 
રાજ્યમાં હાલ 800 જેટલી 108 એમ્બુલન્સ દિવસ – રાત રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કાર્યરત છે. ગત્ વર્ષે અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં 108 એમ્બ્યુલન્સનો સરેરાશ રિસપોન્સ ટાઇમ 17 મીનિટ અને 10 સેકન્ડ જેટલો ત્વરિત રહ્યો છે. વર્ષ 2022 માં 108 એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગતો જોઇએ તો, 4,42, 140 કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે હોસ્પિટલ પહોંચાડવા  1,38,520  કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના 1,45,053  માર્ગ અકસ્માતની ઇમરજન્સી અને  1,19,012  અન્ય પ્રકારના અકસ્માતની ઇમરજન્સી ના કૉલ,  73,807 જેટલા કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ 55,606 કોલ્સ હ્રદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે  49,165  જેટલા કોલ્સ ભારે તાવની ફરિયાદ, 15,921 કોલ્સ ડાયાબેટીક પ્રોબ્લમ્સ,11,068 કોલ્સ ગંભીર કુપોષણની સમસ્યા સંબધિત, 10,118  સ્ટ્રોક સંબંઘિત તકલીફ, 4,474 માથામાં દુખાવાની તકલીફ, 1,899  ગંભીર પ્રકારના અકસ્માત, 1728 એલર્જી રીએક્સનની ફરિયાદ,1735  માનસિક રોગ સંબંધિત ફરિયાદ, 3450 કોરોના સંબંધિત અને 1,42,471 જેટલા કોલ્સ અન્ય પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરીને 108  એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: VADODARA માં ચાઇનીઝ દોરીએ લીધો વધારે એક જીવ, તંત્ર ઉંઘતુ ઝડપાયું

ગુજરાતમાં 2007માં 108 સેવાનો પ્રારંભ 
108 રાજ્યભરના લોકો માટે સંજીવની સાબિત થઈ છે. ત્યારે  રાજ્યની 10,065 જેટલી સગર્ભા બહેનોની પ્રસુતિ પણ 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન ગુજરાતમાં વર્ષ 2007 માં 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.. આજે 108ની નિ:શુલ્ક સેવા લાખો લોકો માટે સંજીવની સમાન સાબિત થઇ રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT