નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણીએ: તિજોરી ખાલીખમ, ત્રણ મહિનાથી અટક્યો છે કર્મચારીઓનો પગાર
Gandhinagar News: ગુજરાતની અનેક નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણી પણ છે. 107 નગરપાલિકા ની તિજોરી ખાલીખમ થઈ છે.
ADVERTISEMENT
Gandhinagar News: લોકો નાણાકીય સ્થિરતા (financial stability) ને ધ્યાને રાખી મુખ્યરૂપથી સરકારી નોકરીને ધ્યાને લેતા હોય છે . પરંતુ તમને જાણીને અચંબો થશે કે રાજ્યમાં 157 નગરપાલિકામાંથી 107 નગરપાલિકા ની તિજોરી ખાલીખમ થઈ છે. નગરપાલિકાના 10,000 થી વધુ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગાર પણ મળ્યા નથી, જેમાં ચીફ ઓફિસરથી લઈને રોજમદારો-કાયમી કર્મચારીઓના પગારનો સમાવેશ થાય છે.
નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણીએ
ગુજરાતની અનેક નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણી પણ છે. આ પહેલા નગરપાલિકાઓ લાખોનું લાઈટબિલ બાકી હોવાના કારણે અંધારપટ છવાયો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે હવે જાણકારી મળી રહી છે કે, નગરપાલિકાઓ પાસે કર્મચારીઓને ચૂકવવાના રૂપિયા નથી. આ બાબત ગુજરાત સરકારના આડેધડ વહીવટની સાબિતી આપતું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ ભાજપના સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી રહ્યા છે. તો બીજી તરફ નગરપાલિકાનું તંત્ર જાણે ખાડે ગયેલું નજરે પડે છે.
મેડિકલ ફીના વિરોધ સામે આખરે ઝૂકી રાજ્ય સરકાર, ઘટાડાને લઈને કર્યું મોટું એલાન
કોણ જવાબદાર?
તો શું આપણે એવું કહી શકાય કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વહીવટ કામગીરી સાંભળવામાં નિષ્ફળ નીવડ્યા છે. પાલિકાની આર્થિક સ્થિતી ઑક્સીજન પર હોય તેવું લાગી રહ્યું છે અને પાલિકાઓની તિજોરીઓ ખાલીખમ થઈ ગઈ છે. ક્યારેક પાલિકાઓને વીજબિલ ભરવાના પૈસા ખૂટે છે તો ક્યારેક કર્મચારીઓને ચૂકવવા માટે પગારના પૈસા ખૂટે છે. સ્થાનિક જનપ્રતિનિધિઓ કરવેરા વસૂલવામાં પણ પાછળ પડ્યા છે જેથી હાલની સ્થિતી એવી છે કે નગરપાલિકાઓ પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT