સુરત સિવિલમાં ઘોર બેદરકારી, PM કેર્સ ફંડમાંથી મળેલા 100 વેન્ટિલેટર ‘ભંગાર’ હાલતમાં ધૂળ ખાતા મળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશોની મોટી બેદરકારી સામે આવી છે. PM કેર્સ ફંડમાંથી સુરત સિવિલને મળેલા 100 જેટલા વેન્ટિલેટરો બેદરકારના કારણે હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે. હોસ્પિટલમાં સફાઈ અને વેન્ટિલેયરની જાળવણી યોગ્ય રીતે ન કરાતા તેના પર ધૂળનો ઢગલો જોવા મળી રહ્યો છે.

PM કેર્સ ફંડમાંથી સુરત સિવિલને મળ્યા હતા વેન્ટિલેટર
દેશભરમાં જ્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે ઓક્સિજન અને વેન્ટિલેટરની ખૂબ જ અછત ઊભી થઈ હતી. પરિણામે ગુજરાતમાં રાતોરાત ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાયા હતા. તો દર્દીઓ માટે પણ હોસ્પિટલો ઊભી કરાઈ હતી. ત્યારે સુરત સિવિલમાં પણ દર્દીઓનો ઘસારો વધતા PM કેર્સ ફંડમાંથી કરોડોના ખર્ચે દર્દીઓનો જીવ બચાવવા માટે 100 જેટલા વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી હતી. જોકે સિવિલમાં આ મશીનો હાલમાં ભંગાર જેવી સ્થિતિમાં પડી રહ્યા છે. ખુલ્લામાં આ રીતે વેન્ટિલેટરને મૂકી રાખવાથી ધૂળ અને ભેજના કારણે તે ખરાબ થવાની શક્યતા વધી જાય છે. ત્યારે સિવિલમાં સત્તાધીશોની સ્પષ્ટ બેદરકારી જણાઈ રહી છે.

ADVERTISEMENT

જાળવણીના અભાવે વેન્ટિલેટર પર ધૂળ જામી
સિવિલ કેમ્પસમાં આવેલી કિડની બિલ્ડીંગના પાંચમા માળ પર સ્ટોર રૂમમાં આ તમામ વેન્ટિલેટરો મૂકવામાં આવ્યા છે. વેન્ટિલેટરનું મશીન કોમ્પ્યુટરની જેમ કામ કરતું હોય છે અને તેનું સેન્સર દર્દીને જરૂરિયાત મુજબ ઓક્સિશન પૂરો પાડે છે. જો સેન્સર ખરાબ થઈ જાય તો આખું મશીન નકામું થઈ જતું હોય છે. આવી સ્થિતિમાં વેન્ટિલેટરની જાળવણી ખૂબ જ જરૂરી છે. પરંતુ સિવિલમાં સત્તાધીશોને કરોડોના મશીનની કોઈ કિંમત જ ન હોય તેમ ધૂળ ખાતી સ્થિતિમાં મૂકી દીધા છે. તેને પ્લાસ્ટિકથી ઢાંકવાની પણ તસ્દી લેવામાં આવી નથી.

ADVERTISEMENT

ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે આ ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે પગલા લેવામાં આવે છે કે પછી અન્ય બાબતની જેમ આ બેદરકારી પર પણ પડદો ઢાંકી દેવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT