પહેલા રૂ. 300માં 1GB ડેટા મળતો, હવે માત્ર રૂ. 10માં 1GB મળે છેઃ નરેન્દ્ર મોદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ પોતાનું બ્રહ્માસ્ત્ર ગણે છે, ભુલ પણ લોકો માફ કરી દે તેવું અસ્ત્ર ગણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડમાં પ્રચાર અને રોડ શો કર્યો હતો. વલસાડમાં જયારે તેમણે મતદારોને રિઝવવા પોતાનું સંબોધન શરુ કર્યું ત્યારે ઘણા ભાજપ સમર્થકો તેમની સામે હતા. તેમણે આ જાહેર સભા દરમિયાન પ્રથમ વખત મતદાન કરતા મતદારોને આકર્ષવાનો પ્રયત્ન તો કર્યો જ હતો પરંતુ તે ઉપરાંત નવ યુવાનોને આકર્ષવાની વિવિધ વાતો કરી હતી. જોકે તેમણે આ દરમિયાન ઈન્ટરનેટ સેવા અને તેના ભાવતાલ અંગે વાત કરી હતી.આ ઉપરાંત પણ તેમણે ખેતી, પાણી, વલસાડના કાજુ, વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરી છે. તો આવો જાણીએ તેમણે શું કહ્યું છે.

ઈન્ટરનેટ સસ્તા થયા એટલે 4થી 5 હજારની બચતઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા તો દરેકના મોબાઈલની ફ્લેશ શરૂ કરાવી હતી. તે પછી કહ્યું કે, દુનિયામાં મોબાઈલ ફોનના ડેટા સસ્તામાં સસ્તા ક્યાય હોય તો તે ભારતમાં છે. દિલ્હીમાં જ્યારે કોંગ્રેસનની સરકાર હતી ત્યારે 1 જીબી ડેટાના 300 રૂપિયા થતા હતા. આજે આ મોદીની સરકાર પછી માત્ર 10 જ રૂપિયા થાય છે. અત્યારે જે તમે લોકો મોબાઈલનો ઉપયોગ કરો છો તેવો વપરાશ પહેલાની સરકારમાં કરતા હોત તો 4થી 5 હજાર બીલ આવ્યું હોત. આજે મોદી સરકારની નીતિઓનું પરિણામ છે કે અઢીસો ત્રણસો રૂપિયામાં તમારો ફોન ચમકાવી રહ્યો છે. મતલબ થયો કે જેમની પાસે મોબાઈલ છે ને તેમના મહિને 4, 5 હજાર એમ જ બચી રહ્યા છે. આ કામ મોદી સરકારે કર્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT