કાસ્ટિંગ એજન્ટનો 'કાંડ': કપિલ શર્મા શૉમાં કામ અપાવાનું કહીને મહિલાની લાજ લૂંટી

ADVERTISEMENT

કપિલ શર્મા શૉ
Kapil Sharma's show
social share
google news

Kapil Sharma's show: ટીવી શૉ અને ફિલ્મોમાં કામ અપાવવાના નામે છેતરપિંડી અને લૂંટ જેવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. એક મહિલાએ દાવો કર્યો છે કે એક કાસ્ટિંગ એજન્ટે કપિલ શર્માના શૉમાં કામ અપાવવાના બહાને તેના ઘરે બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધો છે. આરોપીનું નામ આનંદસિંહ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ

આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલા નાલાસોપારામાં બની છે અને તુલિંજ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. 26 વર્ષની મહિલાએ દાવો કર્યો છે કે 20 મેના રોજ આરોપી આનંદ સિંહે તેને ઓડિશન આપવા માટે પોતાના ઘરે બોલાવી હતી અને સાથે જ તેવું વચન આપ્યું હતું કે જો તેને તેનું ઓડિશન પસંદ આવ્યું, તો તે તેના સાથી કાસ્ટિંગ એજન્ટને કહીને તેને'ધ કપિલ શર્મા શૉ'માં કામ અપાવશે. જ્યારે પીડિતા તેના ઘરે પહોંચી ત્યારે આરોપીએ તેની સાથે જબરદસ્તી કરી. 

પોલીસને જાણ કરતા દોડી આવી

ફરિયાદ મુજબ, જ્યારે મહિલાએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો તો તેણે પીડિતા સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી. સાથે જ આ કાસ્ટિંગ એજન્ટે પીડિતાને ધમકી પણ આપી હતી કે જો તેણે આ વિશે કોઈને કહ્યું તો તે તેને જાનથી મારી નાખશે. આરોપીએ પીડિતાને ઘરમાં બંધ કરી દીધી હતી. જ્યારે પીડિતાએ પોલીસ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માંગી તો પોલીસે સ્થળ પર પહોંચીને તેને બચાવી લીધી. પીડિતાએ નાલાસોપારાના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી.

ADVERTISEMENT

પીડિતાને આપી હતી લાલચ

પીડિતાએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે આરોપીએ પોતાને જાણીતી ટીવી હસ્તીઓ સાથે સારા સંબંધો હોવાનું જણાવ્યું હતું. તેણે કપિલ શર્માના શૉમાં કામ અપાવવા અંગે પણ ખોટું બોલ્યું હતું. પીડિતાએ વધુમાં જણાવ્યું કે તેને આશા હતી કે આનંદ તેને કપિલના શૉમાં કામ અપાવશે.

આનંદ સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો

પોલીસનું કહેવું છે કે પીડિતાની આરોપી સાથે મુલાકાત એક પરિચિત દ્વારા થઈ હતી. જ્યારે મહિલા નાલાસોપારામાં આનંદના ઘરે ગઈ ત્યારે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાની ફરિયાદ પર તુલિંજ પોલીસ સ્ટેશનમાં આરોપી આનંદ સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT