'બબીતાજી પર જેઠાલાલે રાખી ખરાબ નજર, એટલે દયાબેને છોડ્યો શૉ', વ્યાસપીઠ પરથી બોલ્યા કથાકાર

ADVERTISEMENT

Tarak Mehta Ka Ulta Chashma
'બબીતાજી'ના કારણે 'દયાબેને' છોડ્યો શૉ?
social share
google news

Tarak Mehta Ka Ulta Chashma: છેલ્લા 15 વર્ષથી પ્રખ્યાત ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શૉના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે.  જેઠાલાલ અને દયાભાભીના પાત્રની સાથે-સાથે દર્શકો ટીવી સિરિયલના અન્ય પાત્રોને પણ ખૂબ જ પસંદ કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં મહેતા સાહેબ, નટ્ટુકાકા, બાઘા, બબીતાજી, ડોક્ટર હંસરાજ હાથી, રોશનસિંહ સોઢી, પોપટલાલ, આત્મારામ ભીડે, માધવી ભીડે અને અંજલી મહેતા સહિતના પાત્રો પણ દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. 


ઘણા વર્ષોથી દયાભાભી ગાયબ! 

પ્રખ્યાત ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં જોવા મળેલી જેઠાલાલ અને દયાબેનની જોડી ચાહકોની પસંદ રહી છે. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી દયાભાભી ઉર્ફે દિશા વાકાની શૉમાંથી ગાયબ છે. 6 વર્ષથી, ચાહકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મજબૂત પાત્ર દયાબેન ઉર્ફે દિશા વાકાનીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. 

કથાકારે બબીતાજીનું આપ્યું ઉદાહરણ

શૉમાં જેઠાલાલ બબીતાજીને ખૂબ જ પસંદ કરે છે અને દર્શકોને પણ તે વસ્તુ ગમે છે. જેઠાલાલ હંમેશા બબિતાને મળવાના બહાના શોધતા રહે છે. ત્યારે હવે એક જાણીતા કથાકારે વ્યાસપીઠ પરથી પોતાના પ્રવચનમાં જેઠાલાલ, દયાબેન અને બબીતાજીનું ઉદાહરણ આપ્યું છે.  સોશિયલ મીડિયા પર ફેમસ કથાકાર ડૉ. અનિરુદ્ધાચાર્ય મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જેઠાલાલ અને બબીતાજીના સંબંધની વાત કરી રહ્યા છે. 

ADVERTISEMENT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @premmeme_

 


...એટલે દયાબેને છોડી દીધો શૉ

આ વીડિયોમાં તેઓ એક ભક્તને કહી રહ્યા છે કે, 'જેઠાલાલ પોતાની પત્ની દયા પર ઘણું ઓછું ધ્યાન આપતા હતા, તેઓ બબીતાજીને વધારે જોતા હતા, તેમનું પારિવારિક જીવન પણ બગડવાનું હતું. આ કારણે તો દયાબેન શૉ છોડીને ચાલ્યા. હજુ બબીતાજીને જુઓ. સંતોની તપસ્યા કોણ બગાડે છે? અપ્સરાઓ બગાડે છે.' તેઓ કહે છે કે, 'આ કારણે તમારે પણ પડોશમાં રહેતી મહિલાઓેને વધારે ન જોવી જોઈએ.' 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT