'બબીતાજી' સાથે સગાઈની અફવા વચ્ચે 'ટપ્પુ'ને મળી ગઈ લાઈફ પાર્ટનર! કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?

ADVERTISEMENT

Raj Anadkat With Mystery Girl
'બબીતાજી' નહીં પણ આ છે 'ટપ્પુ'નો સાચો પ્રેમ!
social share
google news

Raj Anadkat With Mystery Girl: SAB ટીવીના લોકપ્રિય શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શૉમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટની સોશિયલ મીડિયા પર ઘણી મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. આ વચ્ચે રાજ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી ગયા છે. વાસ્તવમાં, ટપ્પુ એટલે કે રાજ અનડકટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી રહી છે. હવે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે? તેના વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી પરંતુ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અભિનેતા સિક્રેટ ડેટ તો નથી કરી રહ્યોને?

રાજે સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

તમને જણાવી દઈએ કે, રાજ અનડકટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે દેખવામાં તો કોઈ સોન્ગ લાગી રહ્યું છે. વીડિયોને શેર કરતા રાજ અનડકટે કેપ્શનમાં લખ્યું છે કે, 'મિલના તેરા લગા કોઈ જાદુગરી.' વીડિયોમાં તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ જોવા મળી રહી છે, જેનો ચહેરો છુપાવવામાં આવ્યો છે અને તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. હવે આ વીડિયો જોયા બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ રાજની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

ડેટિંગની થઈ રહી છે ચર્ચા

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે રાજ અનડકટના જીવનમાં પ્રેમ દસ્તક આપી રહ્યો છે. કેટલાક લોકો કહે છે કે 'ટપ્પુ' ગુપ્ત રીતે એક મિસ્ટ્રી ગર્લને ડેટ કરી રહ્યો છે. હવે આ સમાચારોમાં કેટલું સત્ય છે? આ કહેવું મુશ્કેલ છે. હકીકતમાં મિસ્ટ્રી ગર્લનો ચહેરો દેખાતો ન હોવાથી લોકો આવી અટકળો લગાવી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે યુવતીને સોનુ ગણાવી છે.

ADVERTISEMENT

યુઝર્સ પણ પૂછી રહ્યા છે સવાલ

બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ પણ રાજ અનડકટના વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે પૂછ્યું, 'કોણ છે ભાઈ આ છોકરી?' જ્યારે બીજા યુઝરે લખ્યું, 'લાગે છે કે ભાઈ ગુપચુપ રીતે કોઈને ડેટ કરી રહ્યો છે?' હવે સમય જ કહેશે કે ખરેખર અભિનેતાના જીવનમાં કોઈએ દસ્તક આપી છે કે પછી આ વીડિયો તેના સોન્ગનો એક ભાગ છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT