3 વર્ષ નાના યુવકના પ્રેમમાં પડી શ્રદ્ધા કપૂર, ઈન્સ્ટાગ્રામ પર કરી ખાસ પોસ્ટ

ADVERTISEMENT

Shraddha Kapoor In love
શ્રદ્ધા કપૂરને થયો પ્રેમ!
social share
google news

Shraddha Kapoor Confirms Relationship: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (shraddha kapoor) ની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી હાલ ચર્ચામાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે  શ્રદ્ધા કપૂરે રાહુલ સાથેના સંબંધોની પુષ્ટિ કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શ્રદ્ધા કપૂરે રાહુલ મોદીની સાથે સેલ્ફી પોસ્ટ કરી છે અને 'દિલ'ની વાત કરી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી બંનેના લિંકઅપની ચર્ચાઓ ચાલી રહી હતી. શ્રદ્ધા કપૂરના ગળામાં R અક્ષરવાળું પેન્ડન્ટ જોવા મળ્યું હતું. તો અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં જ્યારે તેઓ સાથે જોવા મળ્યા ત્યારે બંને રિલેશનશિપમાં હોવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. 

શ્રદ્ધા કપૂરે સોલ્ફી પોસ્ટ કરી

શ્રદ્ધા કપૂરે રાહુલ મોદી સાથેની સેલ્ફી પોસ્ટ કરીને લખ્યું છે કે, દિલ રખલે..નિંદ તો વાપસ દે દે યાર. સાથે મ્યુઝિક..'નીંદ ચુરાઈ મેરી' વાગી રહ્યું છે. શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી વર્ષ 2023માં ડિનર પર સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદથી તેમના લિંકઅપની ચર્ચાઓ થવા લાગી હતી. આ પછી ઘણી વખત બંને સાથે જોવા મળી ચૂક્યા છે. તેમની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, બંને પોતાના રિલેશનને સિક્રેટ રાખવા માંગે છે. જોકે, હવે લાગી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર લોકોથી આ વાતને છુપાવવા માંગતા નથી.

રોહન શ્રેષ્ઠા સાથે જોડાઈ ચૂક્યું છે નામ

IMDb અનુસાર, રાહુલ મોદી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી અને શ્રદ્ધા કપૂર-રણબીર કપૂર સ્ટારર સોનુ કે ટીટુ કી સ્વીટીના રાઈટર છે. રિપોર્ટ્સ અનુસાર બંને પહેલીવાર ફિલ્મના સેટ પર મળ્યા હતા. આ પહેલા શ્રદ્ધા કપૂર અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા વચ્ચેના અફેરની ચર્ચાઓ થઈ હતી. બંનેના અલગ થયા બાદ રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂરની નિકટતા વધી.

ADVERTISEMENT

ફિલ્મો બનાવવા માંગે છે રાહુલ

રાહુલ મોદી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામામાં ઈન્ટર્ન હતા. તેઓ કેટલાક પ્રોજેક્ટ્સમાં એસોસિયેટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, રાહુલ મોદીએ બિલ્લુ બાર્બરનું ગીત મરજાનીનું શૂટિંગ જોયું, ત્યાર બાદ તેમને ફિલ્મ મેકિંગમાં રસ જાગ્યો.

    follow whatsapp

    ADVERTISEMENT