શત્રુઘ્ન સિન્હાએ સોનાક્ષીના લગ્ન પહેલા આપી ચેતવણી, ગુસ્સે થઈને કહ્યું- 'તેમના લગ્ન છે તો...

ADVERTISEMENT

Sonakshi Sinha Wedding
શત્રુઘ્ન સિન્હા અને સોનાક્ષી સિન્હા
social share
google news

Sonakshi Sinha Wedding : એવા સમાચાર છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ થોડા દિવસોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે સૌની નજર તેમના પરિવાર પર છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે, તેઓ લગ્નમાં હાજરી આપશે અને સોનાક્ષીને પ્રેમ અને આશીર્વાદ આપશે. શત્રુઘ્ન સિંહાએ સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં હાજરી આપવા અંગે ખુલાસો કર્યો હતો. પીઢ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ સમાચારોમાં ચાલતી અટકળો ફગાવી છે. જેમાં કહેવાઈ રહ્યું હતું કે, તેઓ ઝહીર ઈકબાલ સાથે તેમની પુત્રી સોનાક્ષી સિંહાના લગ્નમાં હાજરી નહીં આપે.

હું સોનાક્ષીના લગ્નમાં ચોક્કસ હાજર રહીશ : શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હાએ 'ઝૂમ' સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહી દીધું કે, તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરી રહેલા કપલ સાથે તેમના ખાસ દિવસ પર સામેલ થશે. તેમણે કહ્યું કે, 'મને જણાવો કે, આ કોનું જીવન છે? આ મારી એકમાત્ર પુત્રી સોનાક્ષીનું જીવન છે, જેના પર મને ખૂબ ગર્વ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. તે મને તેની શક્તિનો આધારસ્તંભ કહે છે. હું લગ્નમાં ચોક્કસ હાજર રહીશ. મારે આ કેમ ન કરવું જોઈએ?'

સોનાક્ષીની ખુશીમાં સૌથી પહેલા : શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હાએ વધુમાં કહ્યું કે, સોનાક્ષી સિન્હાની ખુશી તેના માટે પહેલી પ્રાથમિકતા છે અને તે પણ તેના પિતા માટે પણ એવું જ વિચારે છે. સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અને પોતાની મરજીથી લગ્ન કરવાનો પૂરો અધિકાર છે. હું હજી પણ મુંબઈમાં જ છું, હું અહીં માત્ર તેમની તાકાત તરીકે જ નહીં, પરંતુ તેમના વાસ્તવિક બખ્તર તરીકે પણ ઊભો છું. સોનાક્ષી અને ઝહીરે પોતાનું જીવન સાથે વિતાવવાનું છે. તેઓ એકસાથે સરસ દેખાય છે.'

ADVERTISEMENT

વધુમાં તેમણે કહ્યું કે, પ્રેમ ધર્મના આધારે નથી થતો, સાહેબ! નફરત કરનારાઓએ સોનાક્ષી-ઝહીર સહિત 9 કપલ પાસેથી લવ ક્લાસ લેવા જોઈએ

ખામોશ, આનાથી તમારે કોઈ લેવાદેવા નથી : શત્રુઘ્ન સિન્હા

ફેક ન્યૂઝને સંબોધતા તેમણે કહ્યું કે, જે લોકો ફેક ન્યૂઝ લાવી રહ્યા છે, તેઓ 'આ ખુશીના પ્રસંગે ખૂબ જ નિરાશ લાગી રહ્યા છે.' કદાચ તેથી જ તેઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું, 'હું મારા સિગ્નેચર ડાયલોગથી તેમને સાવચેત કરવા માંગુ છું: ખામોશ, આનાથી તમારે કોઈ લેવાદેવા નથી. ફક્ત તમારા પોતાના કામ પર ધ્યાન આપો.' આજે (20 જૂન) સોનાક્ષી અને ઝહીર ઈકબાલની હલ્દી થવાની શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન 23 જૂને મુંબઈમાં થશે.

ADVERTISEMENT

જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ શત્રુઘ્નને સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'આજકાલના બાળકો પૂછતા નથી, તેઓ માત્ર માહિતી આપે છે. હું પણ એટલું જ જાણું છું જેટલું મેં સમાચારમાં વાંચ્યું છે.'

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT