દેશની સૌથી મોટી ફિલ્મ સિટીના સંસ્થાપક રામોજી રાવનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Ramoji Rao Passes Away: મનોરંજન જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. જી હા, એશિયાની સૌથી મોટી ફિલ્મ સિટી એટલે કે રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું દુઃખદ અવસાન થયું છે.
ADVERTISEMENT
Ramoji Rao Passes Away: મનોરંજન જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. જી હા, એશિયાની સૌથી મોટી ફિલ્મ સિટી એટલે કે રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું દુઃખદ અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રામોજી રાવ ઘણા દિવસોથી બીમાર હતા અને તેમની સારવાર હૈદરાબાદની હોસ્પિટલમાં ચાલી રહી હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેઓએ ફાની દુનિયાને અલવિદા કહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામોજી રાવે હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સવારે 3:45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
Eenadu & Ramoji Film City founder Ramoji Rao, passed away today morning in Hyderabad, Telangana.
— ANI (@ANI) June 8, 2024
Ramoji Rao died while undergoing treatment at Star Hospital in Hyderabad. He took his last breath at 3:45 am. pic.twitter.com/DJGufYRtMP
5 જૂને હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
મળતી માહિતી અનુસાર, 5 જૂનના રોજ રામોજી રાવની તબિયત ખરાબ થઈ હતી, જેથી તેઓને સારવાર માટે હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના હાર્ટમાં સ્ટેન્ડ પણ લગાવવામાં આવ્યું હતું. તેઓને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતું તેમની હાલત બગડતી જઈ રહી હતી. આજે સવારે તેઓએ હંમેશા હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધું. રામોજી રાવ લાંબા સમયથી જૂની બીમારી તેમજ ઉંમર સબંધિત સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા.
Rest In Peace Shri #RamojiRao pic.twitter.com/GBp0TdWarT
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 8, 2024
કેન્સરને આપી હતી મ્હાત
રામોજી રાવ એક બહુ મોટું નામ હતું. તમને જણાવી દઈએ કે રામોજી રાવનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું અને તેમની ઉંમર 87 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સિવાય તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. તમને જણાવી દઈએ કે ડોક્ટરોએ તેમને ICUમાં વેન્ટિલેટર પર રાખ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ કમનસીબે આજે તેમનું નિધન થઈ ગયું. તમને જણાવી દઈએ કે રામોજી રાવને થોડા વર્ષો પહેલા કેન્સર થયું હતું. જો કે, તેમણે તેની સારવાર કરાવી હતી અને તેઓ સાજા થઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT