અરમાન મલિક સાથે તલાક લેશે પહેલી પત્ની પાયલ, ત્રણેય બાળકોને લઈને ઘર છોડશે

ADVERTISEMENT

Payal Malik to divorce Armaan Malik
પાયલ મલિકે લીધો તલાકનો નિર્ણય
social share
google news

Payal Malik to divorce Armaan Malik: વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી 3'માં અરમાન મલિક તેની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક સાથે શોમાં પ્રવેશ્યો હતો. શોમાં આવ્યા બાદથી ત્રણેય 'બહુ વિવાહ' માટે ટ્રોલ થઈ રહ્યા છે.

અરમાનની પહેલી પત્ની પાયલ મલિકને બિગ બોસમાં ઘણી સહાનુભૂતિ મળી હતી, પરંતુ શો છોડ્યા બાદ તેને ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે કે તે અરમાનને કેમ નથી છોડી રહી? સતત નફરત મળી રહી છે તેનાથી કંટાળીને પાયલે કહ્યું છે કે તે અરમાનને તલાક આપવા જઈ રહી છે.

અરમાન સાથે તલાક લેવાનું મન બનાવ્યું

શુક્રવારે પાયલ મલિકે તેની યુટ્યુબ ચેનલ પર શેર કરેલા એક વ્લોગમાં ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે. પાયલે કહ્યું કે, "આ મુદ્દો માત્ર તેના પૂરતો સીમિત હોત તો સારું થાત, પરંતુ હવે નફરતની છાયા તેના બાળકો સુધી પહોંચી રહી છે. આ કારણે તેણે અલગ થવાનો નિર્ણય લીધો છે."

ADVERTISEMENT

પાયલના જણાવ્યા અનુસાર, "હું આ ડ્રામા અને નફરતથી કંટાળી ગઈ છું. જ્યાં સુધી તે મારા વિશે હતું ત્યાં સુધી તે સારું હતું, પરંતુ હવે તે મારા બાળકો વિશે છે. આ આઘાતજનક અને ઘૃણાસ્પદ છે. આ કારણોસર મેં અરમાનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તે કૃતિકા સાથે રહી શકે છે અને હું બાળકોની સંભાળ રાખીશ."

બાળકો સાથે અરમાનથી અલગ થઈ જશે

પાયલ મલિકે કહ્યું કે, તે તેના ત્રણ બાળકો સાથે અલગ થઈ જશે અને કૃતિકા અરમાન મલિક અને તેના પુત્ર સાથે રહી શકશે. યુટ્યુબરે કહ્યું, "હું જાણું છું કે ગોલુ ઝૈદ વિના જીવશે નહીં, તેથી કદાચ તે તેને પોતાની સાથે રાખશે અને હું મારા ત્રણ બાળકો સાથે જઈશ. લોકો તેના બહુવિધ લગ્નોથી ખુશ નથી અને તેઓ હવે નફરત સહન કરી શકશે નહીં. આ મને ખૂબ જ હેરાન કરે છે. કાં તો આપણે ત્રણેય અલગ થઈએ અથવા આપણામાંથી બે અલગ થઈ જાય નહીંતર હું ચાલી જાઉં. આ થઈ શકે છે."

ADVERTISEMENT

પાયલ મલિકે કહ્યું કે, "અરમાન અને કૃતિકાને ખબર નથી કે બહાર શું થઈ રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ક્યારેય આટલી નફરત અને દુર્વ્યવહારનો સામનો કર્યો નથી." તેણે કહ્યું કે, "તલાક લેવાનો તેનો નિર્ણય મક્કમ છે. તે તેના બાળકોને આ સ્થિતિમાં મૂકી શકતી નથી."

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT