કચરાના ડબ્બા પર બનેલી ફિલ્મે કરી 105 કરોડની કમાણી, હવે OTT પર નંબર 1 પર

ADVERTISEMENT

Maharaja, Netflix
ફિલ્મ મહારાજા
social share
google news

ક્રાઈમ-થ્રિલર ફિલ્મ વર્ષ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રૂપિયા 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં 104.84 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કર્યો હતો અને હવે આ ફિલ્મ OTT પર ધૂમ મચાવી રહી છે. હા! OTT પર ટોચની 10 ટ્રેડિંગ ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ નંબર વન પર છે. જાણો આ ફિલ્મ વિશે...

ફિલ્મનું નામ શું છે?

આ ફિલ્મનું નામ 'મહારાજા' છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિએ મુખ્ય ભૂમિકા ભજવી છે. જ્યારે, અનુરાગ કશ્યપે એક ભયાનક વિલનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેની સ્ટોરી સંપૂર્ણપણે અનોખી છે અને સસ્પેન્સની સાથે સાથે આ ફિલ્મમાં એક્શન પણ છે. જો તમે આ ફિલ્મ જોવા માંગો છો તો તમે તેને OTT પ્લેટફોર્મ Netflix પર જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ Netflix પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે.

ADVERTISEMENT

ફિલ્મની સ્ટોરી
વિજય સેતુપતિએ આ ફિલ્મમાં મહારાજા નામના વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે. મહારાજા સલૂનમાં કામ કરે છે અને તેમની પત્નીના મૃત્યુ પછી તેમની પુત્રી સાથે રહે છે. ફિલ્મની શરૂઆતમાં મહારાજા પોલીસ સ્ટેશન જાય છે અને તેમના ઘરમાંથી ડસ્ટબીનની ચોરી અંગે એફઆઈઆર નોંધાવે છે. જ્યારે પોલીસ તેના ડસ્ટબિન શોધવાનો ઇનકાર કરે છે, ત્યારે તે ડસ્ટબિન માટે લાખો રૂપિયાની લાંચ આપવા સંમત થાય છે. આવી સ્થિતિમાં પોલીસ તે ડસ્ટબીનને શોધવાનું શરૂ કરે છે અને આ શોધ દરમિયાન ઘણા રહસ્યો બહાર આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT