સલમાન ખાનના ઘરે પહોંચી પોલીસ, ફાયરિંગ કેસ મામલે મોટા સમાચાર
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. 14 એપ્રિલે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઈક સવાર બે લોકોએ ફાયરિંગ કર્યું હતું.
ADVERTISEMENT
Salman Khan House Firing : બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. 14 એપ્રિલે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઈક સવાર બે લોકોએ ફાયરિંગ કર્યું હતું.
આ ઘટના બાદ સલમાન ખાનના ફેન્સ અને તેનો પરિવાર ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડીને પરિવાર સાથે અન્ય જગ્યાએ શિફ્ટ થઈ રહ્યો છે, પરંતુ અરબાઝ ખાને આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
હવે તાજેતરમાં ફાયરિંગ કેસમાં વધુ એક નવું અપડેટ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે મુંબઈ પોલીસે બોલિવૂડ એક્ટર સલમાન ખાનનું નિવેદન નોંધ્યું છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસ સલમાન ખાનના ઘરે પહોંચી
સમાચાર એજન્સી પીટીઆઈએ માહિતી શેર કરતા જણાવ્યું કે, મુંબઈ પોલીસે બુધવારે તેમના ઘરની બહાર ફાયરિંગ કેસમાં સલમાન ખાન અને તેના નાના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચના ચાર અધિકારીઓ સલમાન ખાનનું નિવેદન નોંધવા માટે તેના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, પોલીસે લગભગ ચાર કલાક સુધી સલમાનનું અને બે કલાક સુધી અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ઘટના 14 એપ્રિલ 2024ના રોજ 'સિકંદર' અભિનેતાના ઘરે બની હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકો લોરેન્સ બિશ્નોઈની ગેંગના છે.
ADVERTISEMENT
પોલીસે ઘણા લોકોની કરી ધરપકડ
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસે પહેલા બે શૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરાઈ ચૂકી છે.
ADVERTISEMENT
સલમાન ખાનના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, 'ટાઈગર 3' પછી તે હવે એઆર મુરુગાદોસની ફિલ્મ 'સિકંદર'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં રશ્મિકા મંદન્ના પહેલીવાર તેની સાથે કામ કરી રહી છે.
ADVERTISEMENT