સિદ્ધુ મુસેવાલાની જેમ સલમાન પર હુમલાનો 'લોરેન્સ પ્લાન', પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
Salman Khan : નવી મુંબઈ પોલીસે શનિવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે, જેઓ પનવેલમાં અભિનેતા સલમાન ખાનની કાર પર હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
Salman Khan : નવી મુંબઈ પોલીસે શનિવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે, જેઓ પનવેલમાં અભિનેતા સલમાન ખાનની કાર પર હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આરોપીઓએ સલમાન ખાનના ઘર અને ફાર્મ હાઉસની અનેકવાર રેકી કરી હતી. પોલીસે જણાવ્યું કે સલમાન ખાન પર હુમલો કરવા માટે આરોપીઓઓ પાકિસ્તાની હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર મેળવવાની યોજના બનાવી હતી.
4 આરોપીઓની ધરપકડ
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નહવી, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે થઈ છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર સહિત 17 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે.
હુમલો કર્યા બાદ શ્રીલંકા ભાગવાની હતી યોજના
પોલીસને મળેલી માહિતી અનુસાર, લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરાની ગેંગના લગભગ 60 થી 70 છોકરાઓ મુંબઈ, રાયગઢ, નવી મુંબઈ, થાણે, પુણે અને ગુજરાતમાંથી આવ્યા છે અને સલમાન ખાન પર નજર રાખી રહ્યા છે. લોરેન્સ ગેંગે સલમાન ખાન પર હુમલો કરવા માટે સગીરોનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. આ ઉપરાંત હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ કન્યાકુમારીથી બોટ દ્વારા શ્રીલંકા ભાગી જવાની યોજના બનાવી હતી.
ADVERTISEMENT
બિશ્નોઈ ગેંગે કરી હતી સલામાનની રેકી
પોલીસને ઈનપુટ મળ્યા કે કેટલાક લોકોએ રેકી કરી છે. એવું જાણવા મળ્યું કે બિશ્નોઈ ગેંગના સોશિયલ મીડિયા ગ્રુપ્સે જાણકારી આપી કે સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. હત્યાની યોજનામાં 20-25 લોકો સામેલ હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ધરપકડ કરાયેલા લોકોના પાકિસ્તાન કનેક્શનની તપાસ કરી રહ્યા છીએ અને કેટલાક અન્ય લોકોની પણ શોધ ચાલી રહી છે. 16 સભ્યોની પોલીસ ટીમ ઓક્ટોબર 2023થી આ કેસ પર કામ કરી રહી છે.
અલગ-અલગ રહેતા હતા આરોપીઓ
સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર આરોપી રેકી કરવા માટે ઘરપકડ કરાયેલા આરોપીઓ અલગ છે અને તેમનો કઈ સંબંધ નથી. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તે ચારેય લોકો પનવેલમાં અલગ-અલગ જગ્યાએ રહેતા હતા. એટલું જ નહીં કે બાંદ્રા ઘર પર ફાયરિંગ કરનાર પણ અલગ-અલગ રહેતા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT