Kartik Aaryan પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ, હોર્ડિંગ દુર્ઘટનામાં ગુમાવ્યા બે સ્વજનો

ADVERTISEMENT

Mumbai Hoarding Collapse
કાર્તિક આર્યનના પરિવારમાં છવાયો માતમ
social share
google news

Mumbai Hoarding Collapse:  13 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.  અચાનક આવેલા જોરદાર તોફાન અને વરસાદને કારણે ઘાટકોપરના છેડા નગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક મોટું હોર્ડિંગ પડ્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. લગભગ 74 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. આ ઘટનાએ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના પરિવારને પણ દુઃખ પહોંચાડ્યું છે.

કાર્તિક આર્યનના મામા-મામીનું અવસાન

બુધવારે સ્થળ પરથી બે મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આ બંને લોકો કાર્તિક આર્યનના સંબંધીઓ હતા. અભિનેતા ગુરુવારે તેમના અંતિમ સંસ્કારમાં પણ ગયા હતા. મૃતકની ઓળખ રિટાયર્ડ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા (Manoj Chansoria) અને તેમના પત્ની અનિતા ચાન્સોરિયા  તરીકે થઈ છે. બંને કાર્તિક આર્યનના મામા-મામી હતા. અચાનક બનેલી આ ઘટનાથી કાર્તિક આર્યનના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના પરિવારમાં શોકનો માહોલ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સે કાર્તિક આર્યન અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મુખ્ય આરોપની કરાઈ ધરપકડ

દુર્ઘટના સ્થળે હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. આ હોર્ડિંગ ગેરકાયદે હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ હોર્ડિંગ લગભગ 250 ટનનું હતું. આ દુર્ઘટનાના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

'ચંદુ ચેમ્પિયન'ને લઈને એભિનેતા ચર્ચામાં

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા આ દિવસોમાં આગામી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે ચર્ચામાં છે. ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યા બાદ ફેન્સમાં ખળભળાટ મચી ગયો છે. તેમનું બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 14 જૂન, 2024ના રોજ રિલીઝ થશે.

    follow whatsapp

    ADVERTISEMENT