સોનાક્ષીના નિર્ણયથી પિતા શત્રુઘ્ન નારાજ, બોયફ્રેન્ડ ઝહીર સાથે લિવિંગમાં રહે અભિનેત્રી!
Sonakshi Sinha Marriage : સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) ટૂંક સમયમાં જ પતિ-પત્ની તરીકે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ બંનેએ ક્યારેય તેનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી.
ADVERTISEMENT
Sonakshi Sinha Marriage : સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) ટૂંક સમયમાં જ પતિ-પત્ની તરીકે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ બંનેએ ક્યારેય તેનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી. બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના ફોટા શેર કરી રહ્યા છે, પરંતુ ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બંને તેમના જીવનની નવી સફર શરૂ કરી રહ્યા છે.
સોનાક્ષીના નિર્ણથી પિતા નારાજઃ રિપોર્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિન્હાના લગ્નના નિર્ણયને લઈને પિતા શત્રુઘ્ન સિન્હા નાખુશ છે. સોનાક્ષી શત્રુઘ્ન સિન્હાની ઈચ્છાની વિરુદ્ધ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવું પણ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલ સાથે લિવિંગ રિલેશનશિપમાં રહે છે.
મને આ બાબતે કઈ જ ખબર નથીઃ શત્રુઘ્ન સિન્હા
આ મામલે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું છે કે તેમને તેમની દીકરીના લગ્નને લઈને કઈ ખબર જ નથી. ઝૂમ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, હું દિલ્હીમાં છું, ચૂંટણીના પરિણામ બાદથી હું અહીં જ છું. મારી હજુ સુધી સોનાક્ષીના પ્લાનને લઈને કોઈ વાત થઈ નથી. તમારો સવાલો એ છે કે શું સોનાક્ષી લગ્ન કરવા જઈ રહી છે? તો તેનો જવાબ એ છે કે તેણે હજુ સુધી મને કઈ કહ્યું નથી.
ADVERTISEMENT
મને હજુ સુધી કઈ કહ્યું નથીઃ શત્રુઘ્ન સિન્હા
તેમણે કહ્યું કે, હું પણ એટલું જ જાણું છું જેટલું મીડિયા પર વાંચ્યું છે. જ્યારે તે મને આ વિશે વાત કરશે તો મારા આશીર્વાદ તેની સાથે જ છે. હું ઈચ્છું છું કે તેને દુનિયાની બધી ખુશીઓ મળે.
ADVERTISEMENT