'કંગનાને લાફો મારનારી કુલવિંદરે હવે માંગી માફી, ફરિયાદ દાખલ', બોલ્યા CISF અધિકારી

ADVERTISEMENT

Kangana Ranaut
Kangana Ranaut
social share
google news

Kangana Ranaut Slap Incident : ચંડીગઢ એરપોર્ટ પર એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રણોતને એક CISF મહિલા કર્મચારીએ લાફો માર્યો હતો. આ મામલો દેશભરમાં ચર્ચાસ્પદ બનેલો છે અને કુલવિંદર કૌરની અટકાયત કરી લેવાઈ હતી. ત્યારે હવે CISFના ઉચ્ચ અધિકારી વિનય કાજલાનું કહેવું છે કે, કુલવિંદર કૌર માફી માંગી રહી છે. 

'કુલવિંદર કૌર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ'

CISFના DIG નોર્થ (એરપોર્ટ્સ) વિનય કાજલાએ કહ્યું કે, 'ઘટના બાદ ચંડીગઢ એરપોર્ટ પહોંચ્યો. અહીં ઘટનાની સમગ્ર માહિતી મેળવી. ત્યારબાદ CISF અધિકારીઓની સાથે મીટિંગ કરાઈ અને એરપોર્ટની સુરક્ષાની સમીક્ષા કરાઈ. હાલ મોહાલી પોલીસે કુલવિંદર કૌર વિરૂદ્ધ સેક્શન 323 અને 341માં કેસ દાખલ કરાઈ છે. આ બંને જામીનપાત્ર કલમો છે.'

'કંગનાએ મને પૂછ્યું કે તે મને લાફો મારવા શા માટે આવી'

DIG વિનય કાજલાએ ટ્રિબ્યૂન સાથે વાતચીતમાં માન્યું કે, સુરક્ષામાં ચુક થઈ છે અને તેની તપાસ શરૂ કરાઈ છે. DIG કાજલાએ કહ્યું કે, 'આ ઘટનાની આરોપી કુલવિંદર કૌર હવે માફી માંગી રહી છે. મેં ખુદ કંગના રણૌત સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. આ સિવાય કંગના રણૌત સાથે મેં ઘટનાને લઈને માફી પણ માંગી છે. આ મુલાકાત દરમિયાન કંગના પૂછી રહી હતી કે અંતે કુલવિંદર કૌર કોણ છે. તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. તેમણે મને લાફો મારવાનો પ્રયાસ શા માટે કર્યો?'

ADVERTISEMENT

કુલવિંદર કૌરને અત્યાર સુધી અરેસ્ટ નથી કરાયા. તેમના વિરૂદ્ધ હવે તપાસ ચાલી રહી છે. ઔપચારિક ફરિયાદ દાખલ કરી લેવાઈ છે. 

'કુલવિંદરે હવે માફી માંગી રહી છે'

DIGએ કહ્યું કે, 'આ તેમના માટે ભાવનાત્મક મામલો હતો. તેમણે ભાવકતામાં આવીને ઘટનાને અંજામ આપ્યો હતો. હવે તેના પર અફસોસ વ્યક્ત કર્યો છે અને માફી માંગી છે.'

ADVERTISEMENT

DIGએ કહ્યું કે, 'કુલવિંદરના પતિ પણ CISFમાં જ નોકરી કરે છે અને અહીં ડૉગ સ્ક્વોડમાં તૈનાત છે. એ વાત સાચી છે કે એરપોર્ટ પર સુરક્ષામાં ચૂક થઈ છે. કુલવિંદરને ફ્રિસ્ક્રિંગ ઝોનમાં તૈનાત કરાયા હતા, પરંતુ તે બીજી જગ્યા પર ચાલી ગઈ હતી.'

ADVERTISEMENT

'કુલવિંદર ગઈ હતી જ્યાં તેને ન હોવું જોઈએ'

DIGએ કહ્યું કે, 'કુલવિંદર જે જગ્યાએ પહોંચી ગઈ હતી, ત્યાં તેને ન હોતું હોવું જોઈતું. તેને પંજાબ પોલીસની એક મહિલા સિપાહીએ જણાવ્યું હતું કે, કંગના રણૌત ત્યાં પહોંચી રહી છે. એરપોર્ટનું રેકોર્ડિંગ છે. જેનાથી સમગ્ર ઘટના જાણી શકાય છે. અમે સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં તપાસ બે-ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે.' એટલું જ નહીં તેમણે કહ્યું કે, 'કુલવિંદર કૌરે પોતાના ભાઈને એ પણ કહ્યું છે કે તેઓ સતર્ક રહે કારણ કે ખેડૂત આંદોલન આ ઘટનાનો લાભ ઉઠાવી શકે છે.'

    follow whatsapp

    ADVERTISEMENT