ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ કેમ અચાનક સમર્થકોને એકઠા કર્યા? રાજકારણ ગરમાયું

Gujarat Tak

ADVERTISEMENT

Gujarat Politics: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખી જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી હતી.

social share
google news

Gujarat Politics: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખી જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી હતી. અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને પક્ષ વિરોધી કાર્યવાહી કરી હતી. જવાહર ચાવડાના દીકરાએ 04 મેના રોજ નુતન જીનીંગ ફેક્ટરીમાં કાર્યકરોની મીટિંગ બોલાવી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ કરી હતી. આ વચ્ચે હવે જૂનાગઢથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

અચાનક કેમ સમર્થકોની મિટિંગ બોલાવી?

વાસ્તવમાં ભાજપ નેતા જવાહર ચાવડા અને તેમના પુત્ર રાજ ચાવડાએ પોતાના સમર્થકોની સાથે ખાનગી બેઠક યોજી હતી. નુતન જીનીગ મિલ ખાતે જવાહર ચાવડા અને પુત્ર રાજ ચાવડાએ પોતાના સમર્થકોની  ખાનગી મીટિંગ બોલાવી હતી. આ ખાનગી મીટિંગથી માણાવદરમાં રાજકારણ ગરમાયું છે. આ ખાનગી મીટિંગ બાદ જવાહર ચાવડા કંઈક નવાજૂની કરવા જઈ રહ્યા હોય તેવું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ મુદ્દે જવાહર ચાવડા કઈ બોલવા તૈયાર નથી.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT