PM Modi ના શપથ ગ્રહણ સમારોહમાં કોણ-કોણ હાજર રહેશે? અહીં જુઓ ખાસ મહેમાનોની યાદી
PM Modi Oath Ceremony: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. પીએમ મોદીની સાથે તેમના મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ હાજર રહેશે.
ADVERTISEMENT
PM Modi Oath Ceremony: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. પીએમ મોદીની સાથે તેમના મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ હાજર રહેશે. તો ચાલો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કોણ-કોણ ભાગ લેવા જઈ રહ્યું છે.
NDAની આજે બેઠક
તમને જણાવી દઈએ કે, હાલ NDAની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ભાજપના નેતાઓ સહિત જેડીયુ અને ટીડીપી જેવા તમામ સહયોગી દળના નેતાઓ હાજર છે. આ બેઠકમાં રાજનાથ સિંહે NDAના નેતા તરીકે પીએમ મોદીના નામનો પ્રસ્તાવ મુક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજની બેઠક પૂરી થયા બાદ કેન્દ્ર સરકાર શપથ ગ્રહણ સમારોહ માટે ઘણા દેશોના દિગ્ગજોને આમંત્રણ મોકલી શકે છે.
राष्ट्रपति द्रौपदी मुर्मु ने प्रधानमंत्री @narendramodi के नेतृत्व वाली निवर्तमान केन्द्रीय मंत्रिपरिषद के लिए राष्ट्रपति भवन में प्रीतिभोज का आयोजन किया। pic.twitter.com/AjAOVFsUu4
— President of India (@rashtrapatibhvn) June 5, 2024
પડોશી દેશને મળ્યું આમંત્રણ
મીડિયા રિપોર્ટ્સ્ અનુસાર, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ પહેલાથી જ આમંત્રણ સ્વીકારી લીધું છે અને તેઓ પીએમ મોદીના શપથ ગ્રહણમાં સામેલ થશે. આ સિવાય બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ પીએમના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ, ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક પણ શપથ સમારોહમાં હાજર રહેશે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Prime Minister Narendra Modi leaves from the Rashtrapati Bhavan after attending the dinner organised by President Droupadi Murmu. pic.twitter.com/XePQ77HkuR
— ANI (@ANI) June 5, 2024
ખાસ મહેમાનોની યાદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહ માટે કેટલાક ખાસ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ખાસ મહેમાનોની યાદીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો, વંદે ભારત અને મેટ્રો પ્રોજેક્ટ્સમાં કામ કરતા રેલવે કર્મચારીઓ, ટ્રાન્સજેન્ડરો, સફાઈ કામદારો, વિકસિત ભારતના બ્રાન્ડ એમ્બેસેડર અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
RSSને પણ મળ્યું આમંત્રણ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ સતત RSSના સંપર્કમાં છે. આરએસએસના નેતાઓને પણ શપથ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. પહેલા સમાચાર સામે આવ્યા હતા કે વડાપ્રધાનના શપથ ગ્રહણ શનિવારે થશે. પરંતુ હવે એવી ચર્ચા છે કે શપથ સમારોહ રવિવારે રાખવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી તારીખની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT