Modi 3.0ના મંત્રીઓના પોર્ટફોલિયો તૈયાર, જાણો કોને કયું મળી શકે છે મંત્રાલય

ADVERTISEMENT

Modi Cabinet 3.0 Ministers Porfolio
મોદી કેબિનેટમાં કોને કયું મંત્રાલય મળશે?
social share
google news

Modi Cabinet 3.0 Ministers Porfolio:  નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે શપથ લીધા છે. કેબિનેટ મંત્રી કોણ બનશે અને કોણ રાજ્યકક્ષાના મંત્રી હશે તે પણ નક્કી થઈ ગયું છે. હવે મંત્રીઓને મંત્રાલય મળવાની રાહ જોવાઈ રહી છે. પોર્ટફોલિયો તૈયાર છે, પરંતુ વડાપ્રધાનની મહોર લાગવાની બાકી છે. જોકે, હજુ સુધી સત્તાવાર તેની પુષ્ટિ થઈ નથી કે કોને કયું મંત્રાલય આપવામાં આવશે? સૂત્રો દ્વારા આ જાણકારી સામે આવી છે. 

ગઈકાલે યોજાયો શપથગ્રહણ સમારોહ

ગઈકાલે 9 જૂને બીજેપીના નેતૃત્વમાં NDA ગઠબંધન સરકાર બની. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા. તેમની સાથે 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્ટેટ મિનિસ્ટર્સ (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. આજે સાંજે પાંચ વાગ્યે યોજાનારી કેબિનેટની બેઠકમાં તેમને કયો વિભાગ આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોને કયો પોર્ટફોલિયો મળી શકે છે...

ક્યા નેતાને કયું મંત્રાલય મળી શકે છે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજી વખત મોદી કેબિનેટમાં સામેલ થનાર અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે. રાજનાથ સિંહને તેમનો જૂનો પોર્ટફોલિયો રક્ષા મંત્રાલય મળી શકે છે. નીતિન ગડકરીને પણ તેમનું જૂનું રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય મળે તેવી શક્યતા છે, કારણ કે તેમણે જે રીતે પરિવહન ક્ષેત્રે સમગ્ર દેશમાં કામ કર્યું છે અને સિદ્ધિઓ હાંસલ કરી છે તેને જોતાં આ મંત્રાલય બીજા કોઈને આપવાનો પ્રશ્ન જ નથી. તેમ છતાં નિર્ણય વડાપ્રધાન મોદી જ લેશે.

ADVERTISEMENT

આ વખતે કેબિનેટમાં બે નવા ચહેરા જેપી નડ્ડા અને શિવરાજ ચૌહાણ છે, તેમને ક્યું મંત્રાલય મળશે તે જાણી શકાયું નથી, પરંતુ ચર્ચા છે કે આ વખતે નાણા મંત્રાલય નિર્મલા સીતારમણને બદલે અન્ય કોઈને આપવામાં આવી શકે છે. જો કે, જે રીતે તેમને ટોચના નેતાઓની સાથે આગલી હરોળમાં સ્થાન મળ્યું છે, તેનાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણા મંત્રાલય તેમની પાસે જ રહેશે. જીતનરામ માંઝી અને ચિરાગ પાસવાનને પણ મહત્વપૂર્ણ મંત્રાલય મળી શકે છે.

સહયોગી દળોના 11 સાંસદને બનાવાયા મંત્રી

તમને જણાવી દઈએ કે, આ વખતે ભાજપની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધનની સરકાર સહયોગી દળોની મદદથી બની છે. ચાર સહયોગી JDU, TDP, LJP અને શિવસેના શિંદે જૂથનું ખાસ યોગદાન રહ્યું છે.  આ માટે મોદી કેબિનેટમાં આ વખતે  વિશેષ યોગદાન આપ્યું છે. તેથી આ વખતે સાથી પક્ષોના 11 સાંસદોને પણ મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જાતીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ઓબીસી, દલિત અને આદિવાસી સમુદાયના નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT


 6 પૂર્વ મુખ્યમંત્રીઓ કેબિનેટમાં સામેલ થયા

શિવરાજ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર સહિત 6 પૂર્વ મુખ્યમંત્રીઓ કેબિનેટમાં સામેલ થયા છે. તમામ 71 મંત્રીઓ 24 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 34 મંત્રીઓ વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. 23 મંત્રીઓએ પોતપોતાના રાજ્યોમાં મંત્રી તરીકે સેવા આપી છે. આવી સ્થિતિમાં તમામ મંત્રીઓને હોદ્દા સંભાળવાનો નોંધપાત્ર અનુભવ છે. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને જ મંત્રાલયો વહેંચવાની વાત છે.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT