Gujarat Election Results: જામનગરમાં ચાલ્યું 'માડમ'નું રાજ, હાલર પંથકમાં ખીલ્યું કમળ

ADVERTISEMENT

Gujarat Election Results
જામનગરમાં ચાલ્યું 'માડમ'નું રાજ
social share
google news

Gujarat Election Results Update: જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જીતની હેટ્રિક લગાવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવિયાને હરાવી દીધા છે. તમને જણાવી દઈએ કે પૂનમ માડમને 6,17,804 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જે.પી મારવિયાને 3,80,854 મતો મળ્યા છે. આ સાથે પૂનમ માડમને 2,36, 990 મતોની લીડ મળી છે. આ સાથે જામનગરમાં કમળ ખીલ્યું છે. 

જિજ્ઞેશ મેવાણીએ કર્યા હતા પ્રહાર 

આપને જણાવી દઈએ કે, જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવિયાના ચૂંટણી પ્રચાર માટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી  જામનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભાજપ અને જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પર આક્રમક પ્રહાર કર્યા હતા. મેવાણીએ પૂનમબેન માડમ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જેપી ભાઈ ભારે લીડથી જીતશે તેવી મને આશા છે. જામનગરમાં ભાજપની આ વખતે 'પૂનમ' નથી કાળી અમાસ છે. સાથે જ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર જનતાના ફાળાના પૈસે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે સામે કંપનીના પૈસાથી ચૂંટણી લડનારા ઉમેદવાર છે.

ADVERTISEMENT


ચર્ચામાં હતી જામનગર બેઠક

જામનગર લોકસભા બેઠક પર 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે જામનગરમાં 57.67 ટકા મતદાન થયું હતું. ભાજપના પૂનમ માડમની સામે આ વખતે કોંગ્રેસે જે.પી મારવિયાને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની આગ જામનગર સુધી પહોંચી હતી. ઘણા સ્થળોએ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જામનગરમાં ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જ્યારે પૂનમ માડમ પ્રચાર અર્થે જતા હતા, ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હતો. એવામાં જામનગરની બેઠક આ વખતે ઘણી ચર્ચામાં રહી હતી.

જામનગરમાં કેટલા છે મતદારો?


જામનગર લોકસભા મતવિસ્તાર એ ગુજરાતના 26 લોકસભા મતવિસ્તારો પૈકીનો એક છે . જામનગર લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે - કાલાવડ (અનુસૂચિત જાતિ), જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા. જામનગર જિલ્લાની અંદાજિત વસ્તી 25,16,000 છે, જેમાંથી 6,68,000 શહેરી વિસ્તારોમાં રહે છે. જેમાં પુરૂષોની કુલ સંખ્યા 12,97,811 અને મહિલાઓની સંખ્યા 12,18,296 છે. આ વિસ્તારમાં હિંદુઓ અંદાજે 21,08,804 (83.81), મુસ્લિમો 373,674 (14.85) અને જૈનો 21,963 છે.

ADVERTISEMENT

ક્યારે-કોણ જીત્યું?

જામનગર લોકસભા બેઠક માટે પ્રથમ ચૂંટણી 1962માં યોજાઈ હતી અને આ ચૂંટણીમાં કોંગ્રેસના મનુભાઈ શાહનો વિજય થયો હતો. પછીની ચૂંટણીમાં એટલે કે 1967માં સ્વતંત્ર પાર્ટીએ કોંગ્રેસને હરાવ્યું, પરંતુ 1971માં કોંગ્રેસે પુનરાગમન કર્યું અને જીત મેળવી. ઈમરજન્સી બાદ યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસને ફટકો પડ્યો હતો અને ભારતીય લોકદળના ઉમેદવાર વિનોદભાઈ શેઠનો વિજય થયો હતો. 1980 અને 1984ની ચૂંટણીઓ કોંગ્રેસના નામે હતી, પરંતુ 1989માં ભારતીય જનતા પાર્ટીએ અહીં પોતાની જીત નોંધાવી હતી. 1989 થી 1991, 1996, 1998 અને 1999 સુધીની લોકસભા ચૂંટણીઓમાં ભાજપે આ બેઠક પર સતત જીત મેળવી હતી.

ADVERTISEMENT

2004માં જીત્યું હતું કોંગ્રેસ 

2004માં NDAના શાઈનિંગ ઈન્ડિયાના સૂત્રને ફટકો પડ્યો ત્યારે જામનગરની બેઠક પણ ભાજપના હાથમાંથી સરકી ગઈ અને કોંગ્રેસના અરજણભાઈ માડમ ચૂંટણી જીત્યા. 2009માં પણ તેઓ કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા.

2019નો જનાદેશ

2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 5,91,588 મતોથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના મૂળુભાઈ આહીરને 3,54,784 મતો મળ્યા હતા.
 

    follow whatsapp

    ADVERTISEMENT