Loksabha election 2024: '... બસ મારા આ બે રૂડા પ્રસંગને સાચવી લેજો' લોકસભાની યાદીમાં નામ જાહેર થાય તે પહેલા ગેનીબેનનો હુંકાર

ADVERTISEMENT

ગેનીબેનનું લોકોને આહવાન
Loksabha election 2024
social share
google news

Loksabha election 2024: ચૂંટણીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં થઈ શકે છે. એવામાં તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરી છે પરંતુ તેમ કોઈ ગુજરાતની સીટના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તો ગુજરાતની ચર્ચિત બેઠકોમાંની એક બનાસકાંઠા લોકસભા બેઠક માટે એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ  ગેનીબેન ઠાકોર જ અહીંથી ચૂટંણી લડશે. આ માટે તેમણે પ્રચાર  શરૂ કર્યો છે.સંભવિત ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દેશી ભાષામાં પોતાને મત આપવા લોકોને અપીલ કરી છે. હાલ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગેનીબેનનું લોકોને આહવાન

ગેનીબેનનો હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમ તે કહી રહ્યા છે કે, આપણી પાસે ક્યાં મોટી મોટી ગાડીઓ છે, તમારી પાસે જે હોય તે લઈને ફોર્મ ભરવા સમયે આવજો. આપણી પાસે હોન્ડા હોય તો હોન્ડા, રિક્ષા હોય તો તે અને ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઇને આવજો. સાથે બહેનોને પણ જોડાવા માટે આહ્વાન કર્યું અને કહ્યું કે-આપણે ઢોલનગારા સાથે ફોર્મ ભરવાનું છે ઢીલું-પોચું નથી ભરવાનુ.

અઢારે આલમ પાસે મામેરાનું હું જ સાચી હકદાર છું: ગેનીબેન

વધુમાં તેમણે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, આપણે દીકરીને ત્યાં પહેલું મામેંરું લઈને જતાં હોય તે જ રીતે તમારે આ મારું પહેલું મામેરુ છે એવી રીતે કડાધડાનું મામેરું ભરવાનું છે. જો મતદારો એમ કહે કે, બેને તો બે વાર ભર્યુ છે પણ તમારા જિલ્લામાં તો પહેલીવાર જ ભરવાનું છે. મારો મત વિસ્તાર બનાસકાંઠા જ છે અને આપણા હરીફ મહેમાન ઉમેદવારનો મત વિસ્તાર વડગામ છે, એ પાટણ જિલ્લામાં આવે છે એટલે અઢારે આલમ પાસે મામેરાનું હું જ સાચી હકદાર છું. આ મામેરામાં હું કોઈ તમારી પાસે પૈસા,હીરા-મોતી કે કોઈ કિંમતી વસ્તુ નથી માંગતી હું ફક્ત બે જ દિવસ માંગુ છું. એક દિવસ તો ફોર્મ ભરવાનું છે તે અને બીજો દિવસ  મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. બસ મારા આ બે રૂડા પ્રસંગને સાચવી લેજો. 

ADVERTISEMENT

મતગણતરી થાય તો તેના પડઘા છેક દિલ્હી સુધી સાંભળવા જોઈએ

સાથે જ તેમણે જણાવ્યું કે,"જ્યારે પાલનપુરમાં મતગણતરી થાય તો તેના પડઘા છેક દિલ્હી સુધી સાંભળવા જોઈએ કે, બનાસકાંઠાની જનતાએ એક ગરીબ સમાજની દીકરીનું મામેરું ભર્યું છે. જો સત્તામાં બેઠેલા કોઈ દબાવાની કોશિશ ન કરે અને એ દાદા થઈને ફરતા હોય તો એમના માટે કે દાદા દુનિયામાં બે જ છે, હનુમાન દાદા અને ગણપતિ બાપા"

    follow whatsapp

    ADVERTISEMENT