Lok Sabha elections 2024: લોકસભા ચૂંટણીમાં 2019 ની આગાહી કેટલી સચોટ સાબિત થઈ? જુઓ આંકડા

ADVERTISEMENT

Exit polls result 2019
Exit polls result 2019
social share
google news

Exit polls result 2019: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોને લઈને લોકોના મનમાં ઉત્સુકતા વધી રહી છે, લોકો પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રશાંત કિશોર અને રાજદીપ સરદેસાઈ સહિત ઘણા રાજકીય પંડિતો ભાજપના નેતૃત્વવાળી NDA ની જીતની આગાહી કરી રહ્યા છે. Gujarat ના પરિણામો 2019 થી અલગ આવવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ગત વખતે કોંગ્રેસે ગુજરાતમાં ખાતું પણ ખોલાવી શકી ન હતી અને તમામ 26 સીટો ભાજપે જીતી હતી.

Lok Sabha Exit Polls LIVE Streaming: Gujarat Tak ની સાથે જુઓ સરળ અને સટીક એક્ઝિટ પોલ

Exit Poll શું છે?

Exit Poll એ ચૂંટણી સર્વેક્ષણનો એક પ્રકાર છે જે મતદાનના દિવસે હાથ ધરવામાં આવે છે. જેમાં વોટ આપવા નીકળેલા મતદારોને પૂછવામાં આવે છે કે તેમણે કઈ પાર્ટી કે ઉમેદવારને મત આપ્યો છે. આ રીતે મેળવેલા ડેટાનું વિશ્લેષણ કરીને અંદાજ લગાવવામાં આવે છે કે ચૂંટણીના પરિણામો શું આવશે. ભારતમાં ચૂંટણી પંચે મતદાનના દિવસે એક્ઝિટ પોલના પરિણામોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, મતદાન પછી પ્રસારિત થતાં એક્ઝિટ પોલ પર આ પ્રતિબંધ લાગુ પડતો નથી.

Lok Sabha election 2024: Exit poll અને Opinion polls વચ્ચે શું તફાવત છે? જાણો A to Z

2019 માં એક્ઝિટ પોલના અંદાજ કેટલા સચોટ હતા?

2019ની લોકસભા ચૂંટણીમાં, મોટાભાગના એક્ઝિટ પોલ્સે આગાહી કરી હતી કે ભાજપની આગેવાની હેઠળના NDA સત્તામાં પાછા ફરશે, જે તે જ પ્રમાણે થયું અને NDA ગઠબંધનને 353 બેઠકો મળી. કુલ 543 બેઠકોમાંથી ભાજપે એકલા હાથે 303 બેઠકો જીતી છે. તે જ સમયે, કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) એ 90 બેઠકો જીતી હતી. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે, પાર્ટી અથવા ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 272 બેઠકો મેળવવાની જરૂર છે.

ADVERTISEMENT

પરિણામ Exit Poll થી કેટલું નજીક હતું?

પોલ એજન્સી ભાજપ+ કોંગ્રેસ+ SP-BSP+ અન્ય
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા 339-365 77-108 10-16  59-79
ટાઈમ્સ નાઉ-VMR 306 132 20 84
સી-વોટર 287 128 40 87
ABP-નીલસન 277 130 45 90
ન્યૂઝ 24-ચાણક્ય 350 95 -- 97

    follow whatsapp

    ADVERTISEMENT