EXIT Poll: કોંગ્રેસનો 11 રાજ્યોમાંથી સફાયો, એક્ઝિટ પોલમાં NDA કરી રહ્યું છે ક્લીન સ્વીપ
Exit Poll 2024 Lok sabha Election Updates: લોકસભા ચૂંટણી 2024નું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે સ્કૂલ ઓફ પોલિટિક્સ એટલે કે SOP દ્વારા કરવામાં આવેલો સર્વે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના NDA માટે ખુશખબરી લઈને આવ્યો છે.
ADVERTISEMENT
Exit Poll 2024 Lok sabha Election Updates: લોકસભા ચૂંટણી 2024નું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે સ્કૂલ ઓફ પોલિટિક્સ એટલે કે SOP દ્વારા કરવામાં આવેલો સર્વે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના NDA માટે ખુશખબરી લઈને આવ્યો છે. SOPનો સર્વે સંકેત આપી રહ્યો છે કે 2024માં NDA બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે. એટલું જ નહીં પાર્ટી ઘણા રાજ્યોમાં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે.
આ રાજ્યોમાં ક્લીન સ્વીપ કરી રહ્યું છે NDA
SOP ના એક્ઝિટ પોલ અનુસાર, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે NDA 11 રાજ્યોમાં ક્લીન સ્વીપ કરતું જોવા મળી રહ્યું છે. જેમાં છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ત્રિપુરા, દાદાર અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના નામ સામેલ છે. આ તમામ રાજ્યોમાં કુલ બેઠકોની સંખ્યા 118 છે.
અહીં માત્ર 1 સીટ પર હાર
આ સિવાય ઝારખંડ, ઓડિશા અને રાજસ્થાન એવા રાજ્યો છે જ્યાં એનડીએ માત્ર એક સીટ ગુમાવી રહ્યું છે. આ ત્રણ રાજ્યોની 60 સીટો માટે 57 સીટો NDAને મળી શકે છે. SOP ના એક્ઝિટ પોલ અનુસાર, NDA ઉત્તર ભારતીય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં બેઠકો જીતી રહ્યું હોય તેવું લાગે છે. આંકડા દર્શાવે છે કે ભાજપ કેરળમાં ડેબ્યૂ કરી શકે છે. જ્યારે તમિલનાડુમાં પાર્ટી 0થી 2 સીટો જીતી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT