ચૂંટણીનો બહિષ્કાર, અનેક જગ્યાએ હજુ સુધી નથી પડ્યો એકય મત; કારણ ચોંકાવનારું
Lok Sabha Election: ગુજરાતમાં આજે બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી સુરત બેઠક બિનહરીફ થતાં બાકીની 25 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
Lok Sabha Election: ગુજરાતમાં આજે બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી સુરત બેઠક બિનહરીફ થતાં બાકીની 25 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં છે. વહેલી સવારથી જ મતદાન મથકોમાં મતદારોની લાંબી લાઈનો લાગી ગઈ છે. જો કે, મતદાન શરૂ થતાં જ રાજ્યભરમાં જુદા જુદા મતદાન કેન્દ્રોમાંથી EVM ખોટકાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. તો કેટલીક જગ્યાએ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રાજકીય આગેવાને તેઓને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરતના સણધરા ગામે ચૂંટણીનો બહિષ્કાર
સુરતના સણધરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં બસ સ્ટેન્ડનો અભાવ અને સિંચાઇ માટે પાણી નહીં પહોંચતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 500થી વધુની વસ્તી ધરાવતા ગામ લોકો પોતાની વાત પર અડગ છે, તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં ત્યાં સુધી મતદાન નહીં.
પાટણના ભાખરી ગામે ચૂંટણીનો બહિષ્કાર
પાટણના વડગામના ભાખરી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ભાખરી ગામમાં વહેલી સવારથી એકપણ મતદાતાએ મત આપ્યો નથી. ગ્રામ પંચાયત વિભાજન અને રોડ રસ્તાનાં કામનો વિરોધ હોવાથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. વહીવટી તંત્ર ગામલોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ADVERTISEMENT
ચૂંટણીનો બહિષ્કાર થતાં તંત્ર દોડતું થયું
આ ઉપરાંત બાયડના અરજણવાવ ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ નગરપાલિકાની ડમ્પિંગ સાઈડના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. અત્યાર સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું નથી. જેથી અધિકારીઓ દોડતા થયા છે. અધિકારીઓ દ્વારા ગ્રામજનોને મનાવવામાં આવી રહ્યા છે.
રબારીકા ગામે ચૂંટણીનો બહિષ્કાર
અમરેલીના રબારીકા ગામે પણ સવારથી લઈ અત્યાર સુધી શૂન્ય ટકા મતદાન થયું છે. પાણીની માંગ, ગામને તાલુકામાં સમાવવાની માંગ સહિતની માંગો ન સંતોષાતા લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવા લોકોને સમજાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે
ADVERTISEMENT
ADVERTISEMENT