ભાજપ ઉમેદવાર ચૂંટણી હારી જતાં એક બાદ એક 5 સમર્થકોના આપઘાત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા નેતાજી
Pankaja Munde: લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા પંકજા મુંડે (Pankaja Munde)ની હાર બાદ તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધીમાં એક બાદ એક તેમના 5 સમર્થકોએ આપઘાત કરી લીધા છે.
ADVERTISEMENT
Pankaja Munde: લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા પંકજા મુંડે (Pankaja Munde)ની હાર બાદ તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધીમાં એક બાદ એક તેમના 5 સમર્થકોએ આપઘાત કરી લીધા છે. રવિવારે રાતે એક યુવક સંદીપ શિરસાટે પણ આપઘાત કરી લીધો. પંકજા મુંડેએ સોમવારે આપઘાત કરનાર યુવકના પરિવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન પંકજા મુંડે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા.
प्रेम उगाच नाही मिळत काहीतरी आहे , काहीतरी केलय, काही अजून करण्याची ताकत आहे, लोकांना विश्वास आहे, लोकांची नाळ जोडलेली आहे,
— प्रधानजी (@pradhanjifulra) June 17, 2024
हो महाराष्ट्रात @Pankajamunde यांना ताकत द्यावी @BJP4India ने बघा तुम्ही 🔥🔥
मास लीडर 🔥🔥🔥pic.twitter.com/p5st47B2J1
5 સમર્થકોએ કર્યા આપઘાત
અત્યાર સુધીમાં પંકજા મુંડેના 5 સમર્થકોએ આપઘાત કરી લીધા છે. પંકજા મુંડે કાર્યકર્તાઓને આપઘાત ન કરવાની અપીલ કરી રહ્યા છે. સમર્થકોના આપઘાત બાદ તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા છે. પંકજા મુંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, 'જીવનથી હાર ન માનો. મારા માટે મારા કાર્યકરો મારી હિંમત છે. મહેરબાની કરીને આવા પગલા ન ભરો. તમારા બાળકો અને પરિવારનું તો વિચારો.'
माझी नम्र विनंती...🙏 pic.twitter.com/jqscye05iV
— Pankaja Gopinath Munde (@Pankajamunde) June 12, 2024
પંકજા મુંડેએ શું કરી અપીલ?
પંકજા મુંડેએ કાર્યકરોને અપીલ કરી કે 'હું ખૂબ બહાદુર વ્યક્તિ છું. હું હારથી ક્યારેય ડરતી નથી. પરંતુ આનાથી (આત્મહત્યા કરી રહેલા સમર્થકો) મને ખૂબ જ આઘાત થયો છે અને હું ખુદને દોષિત અનુભવું છું કે લોકો પોતાના જીવ આપી રહ્યા છે. હું તમને એક તક આપીશ. હું તમારા સોંગંધ ખાવ છું. રાજકારણમાં હાર-જીત તો ચાલું જ રહે છે. લોકોમાં હીન ભાવના પેદા થઈ રહી છે.'
ADVERTISEMENT
माझा कार्यकर्ता स्व.पोपट वायभासे यांच्या कुटुंबियांची आज आष्टी तालुक्यातील चिंचेवाडी येथे सांत्वनपर भेट घेतली. पोपटराव प्रत्येक कार्यात स्वतःला झोकून देणारा सक्रिय कार्यकर्ता...खरतर लढाऊ वृतीचा, पण असा टोकाचा निर्णय घेऊन कुटुंबाला सोडून जाण मला कमकुवत करणार आहे.
— Pankaja Gopinath Munde (@Pankajamunde) June 16, 2024
आज पोपटराव… pic.twitter.com/fRU2h0RBQG
ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા
તેમણે કહ્યું કે, 'સમર્થકોના આપઘાતથી હું આઘાતમાં છું. હું ખુદને દોષિત માની રહી છું. તમે એવા નેતા ઈચ્છો છો કે જેઓ બહાદુરીથી લડે. મારે પણ એવા કાર્યકર્તા જોઈએ છે જેઓ બહાદુરીથી લડે. કોઈપણ નેતાને આટલો પણ પ્રેમ ન કરવો જોઈએ કે તેમના માટે પોતાનો જીવ આપવો પડે. હું હારથી નથી થાકતી પણ આવી ઘટના મને હચમચાવી નાખે છે.આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં પંકજા મુંડે રડવા લાગ્યા.'
ADVERTISEMENT
ADVERTISEMENT